વરસાદમાં થઈ શકે છે ડાયેરિયા, વાંચો આ 8 ઉપાય

બુધવાર, 29 જૂન 2016 (12:22 IST)
વરસાદની ઋતુની શરૂઆતની સાથે જ ગૈસ્ટ્રોએંટ્રઈટિસ થતા ડાયેરિયા અને ઉલટી જેવી પરેશાનીઓ થઈ શકે છે. જેનુ મુખ્ય કારણ છે વાયરસ, બેક્ટેરિયા કે પેરાસાઈટીસનુ હોવુ. આ બીમારીનુ મુખ્ય કારણ પાણીનુ સંક્રમિત હોવુ પણ છે.  વરસાદમાં આ પરેશાનીઓથી બચવા માંગો છો તો આટલી સાવધાનીઓ જરૂર રાખો.. 

 
1. હંમેશા ફિલ્ટર્ડ પાણીનો ઉપયોગ કરો. ઘરમાં લાગેલ વોટર ફિલ્ટરને નિયમિત રૂપે સર્વિસિંગ કરાવો. કંટેનરને નિયમિત રૂપે ધુઓ. તેને 2-3 દિવસ માટે આમ જ રાખી મુકવાથી તેની અંદર ગંદકી જમા થઈ શકે છે. 
 
2. ફિલ્ટર પાણીનો 24 કલાકની  અંદર ઉપયોગ કરો. ઉપયોગમાં લાવ્યા પછી તેના કંટેનરને ફરીથી સાફ કરો. અનેક પેરેંટ્સ બાળકને ગીઝરમાં ગરમ કરેલ પાણીથી એવુ સમજીને નવડાવી દે છે કે પાણી ગરમ થવાથી જર્મ્સ ફ્રી થઈ ગયુ છે.  આવુ ન કરો. 
 
3. કંટેનર અંદરથી બિલકુલ સુકુ હોવુ જોઈએ. તેને નળના પાણીથી સાફ કરો. જો આ અંદરથી ભીનુ હશે તો ફિલ્ટર થઈને જમા થનારુ પાણી નળના પાણીથી મિક્સ થઈને સંક્રમિત થઈને સંક્રમિત થઈ જશે. તેને સામાન્ય પાણીથી સાફ કર્યા પછી છેવટે ઉકળેલા કે ફિલ્ટર કરેલા પાણીથી અંદરથી ધોઈ લો જેથી એ જર્મ્સ ફ્રી થઈ જાય. 
 
 4. નાના બાળકોને ફિલ્ટરના પાણીને ઉકાળીને ઠંડુ કરીને પીવા માટે આપવુ જોઈએ. દોઢ બે વર્ષના બાળકોને આ જ પાણીથી નવડાવવા જોઈએ. કારણ કે નવડાવતી વખતે તેમના મોઢામાં પણ પાણી જતુ રહે છે. તેનાથી પણ ડાયેરિયા થઈ શકે છે. 
 
5. હંમેશા જમતા પહેલા હાથ ધુવો. ફળ-શાકભાજીઓ સારી રીતે સાફ કરી  ઉપયોગ કરો. બાળકોને હંમેશા હાથ ધોઈને જમવાનુ કહો. નાના બાળકો દિવાલો પર હાથ લગાવીને ચાલે  અને એ જ હાથથી જમે છે. તેથી તેમને સંક્રમણનો ખતરો વધુ રહે છે. 
 
6. દોઢ બે વર્ષના બાળકો જેમના દાંત નીકળી રહ્યા હોય છે. તેમને ડાયેરિયા થવો સામાન્ય છે. જેનુ કારણ જમીન પર મુકેલ  કોઈપણ સંક્રમિત વસ્તુ ઉઠાવીને મોઢામાં નાખીને ચાવવાની પ્રક્રિયા છે. ડાયેરિયાનો દાંત નીકળવા સાથે કોઈ સંબંધ નથી.  છતા આપણે મોટેભાગે માતાઓને એવુ જ કહેતા સાંભળીએ છીએ કે બાળકના દાંત નીકળી રહ્યા છે તેથી ડાયેરિયા થઈ ગયો છે.  મા એટલુ ધ્યાન રાખે કે બાળકો જે પણ વસ્તુ મોઢામાં નાખે તે ચોખ્ખી હોવી જોઈએ. 
 
7. બાળકોને બજારથી કોઈપણ કાપેલુ ફળ ન ખાવો દો અને ન તો બજરનુ જ્યુસ પીવા દો. માખીઓને કારણે સંક્રમણ થઈ શકે છે.  મા બાળકોને ગરમીમા દહી, છાશ અને મઠ્ઠો વગેરે ખૂબ આપે. દહી પાચન શક્તિ વધારે છે અને ઈંફેક્શનથી બચાવે છે. 
 
8. મોટા લોકોને ડાયેરિયા હોય તો તેઓ સારવાર કરાવવાથી જલ્દી ઠીક થઈ જાય છે પણ બાળકોને ઠીક થવામાં થોડો સમય લાગી જાય છે. જો બાળકોને ડાયેરિયા થઈ જાય તો ડોક્ટર પાસે સારવાર કરાવો.  તેમા મુખ્ય રૂપે ડિહાઈડ્રેશનનો ખતરો રહે છે. 

વેબદુનિયા પર વાંચો