મોઢાના ચાંદા દૂર કરવા માટે

N.D
જો ચાંદા સામાન્ય હોય તો વિટામીન 'બી' કોમ્પલેક્ષ તેમજ ફોલીક એસિડની ગોળીઓ બે ત્રણ દિવસ સુધી લેવાથી સારૂ થઈ જાય છે.

ચાંદાને મટાડવા માટેના લોશન પણ બજારમાં મળે છે. આના પ્રયોગથી તરત જ રાહત મળે છે.

આ સિવાય બોરોગ્લીસરીન પણ લગાવી શકાય છે કે પછી પોટેશિયમ પરમેગ્નેટના ઘોળ વડે કોગળા કરવા જોઈએ. જો કબજીયાતને લીધે ચાંદા હોય તો ઈસબગુલની ભુકીને એક ચમચી જેટલી લઈને રાત્રે સુતા પહેલા ફાકી મારી લેવી.

જો દાંત વધારે ધારદાર હોય અને તેના લીધે ચાંદા પડતાં હોય તો દાંત ઘસાવી દેવા.

જો ડોક્ટર તે દાંતને કઢાવવાની સલાહ આપે તો તેને કઢાવી દેવામાં કોઈ જ વાંધો નથી.

દાંતને સરખા કરવા માટે બાંધવામાં આવેલ તારને લીધે પણ ચાંદા પડી શકે છે કેમકે તે વારંવાર પેઢા સાથે અથડાય છે.

ચાંદા પડ્યાં હોય તો ગરમ ચા-કોફી, તેલવાળુ અને મરચાંવાળુ ન ખાવું કેમકે તેને લીધે તકલીફ વધી શકે છે.

વધારે પડતાં કડક ટુથબ્રશના ઉપયોગથી પણ પેઢા છોલાઈ જાય છે અને તેની અંદર ઘા થઈ જાય છે. એટલા માટે હંમેશા સોફ્ટ બ્રશનો જ ઉપયોગ કરવો.

વેબદુનિયા પર વાંચો