ટામેટાથી મેળવો ચમકતી ત્વચા

N.D
ખીલ - 200 ગ્રામ ટામેટા, કાચી હલદરનો રસ એકથી ત્રણ મહિના સુધી સતત લેવાથી ફાયદો થાય છે. બીટ-સફરજન-જામફળ અને પપૈયાનો રસ રોજ પીવો. કાકડી-ગાજર-લીલા ધાણાનો રસ અને આમળાનુ ચૂરણ રોજ લો. લીલી દ્રાક્ષ, નાસપતિનો રસ, પાલક,ટામેટાનો રસ લેવાથી કબજિયાત દૂર થશે અને ખીલ ગાયબ થઈ જશે.

સાંધાનો વા - કાચા નારિયળનુ પાણી, આદુનો રસ અથવા લીંબૂનો રસ અડધી ચમચી મિક્સ કરીને લેવો જોઈએ. ચેરીનો રસ, પાલક-ટામેટાનો રસ ફાયદો કરે છે. સાધારણ ગરમ પાણીમાં લીંબૂનો રસ, તુલસી સુધા, ઘઉંના જ્વારાનો રસ, સલાડના પાનનો રસ પીવાથી વા ના રોગમાં રાહત મળે છે.

વેબદુનિયા પર વાંચો