જયારે હોય પેટ ખરાબ તો કેવી રીતે રાખજો કાળજી

સોમવાર, 28 એપ્રિલ 2014 (12:22 IST)
આરામ કરો- જયારે તમારુ પેટ ખરાબ હોય તો નિયમિત સમયાંતરે આરામ કરો. તમારા શરીરને ઝેરી તત્વોથી લડવા વિપુલ પ્રમાણમાં ઉર્જા જરૂરી છે''  થાક તેને વધુ મુશ્કેલ બનાવે છે. જે પ્રવૃત્તિઓ તમે નિચોવી દે તેનાથી બચીને રહો તો સારુ છે. 
 
દહીંનુ સેવન- જયારે તમને ફુડ પોઈઝનિંગ હોય ત્યારે દહીંને તમારા ખોરાકનો મહત્વનો ભાગ બનાવવુ જોઈએ. દહીમાં લેકટોબૈસીલસ હોય છે.  જે  (ફુડ પોઈઝનિંગ) ના કારણ બનતા બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે છે. આ રીતે દહીંનો બેક્ટેરિયા આંતરડામાં જાય છે અને અન્ય નુકસાનકારક બેક્ટેરિયાનો વિકાસ અટકાવે છે. દહીંના સેવનથી આંતરડામાં ફ્રેડલી ફલોરા ઈંટેકટ બનાવી રાખવા મદદ મળે છે જે આગળ ફુડ પોઈઝનિગનો ખતરો ઓછો કરે છે. સાથે રિકવરીની પ્રક્રિયા પણ ઝડપી બનાવે છે. 
 
પ્રવાહી ખાદ્યપદાર્થો લો : શક્ય હોય એટલો પ્રવાહી ખાદ્યપદાર્થ લો. તે તમારા શરીરના પ્રવાહીની કમીને પુરી પાડે છે.  આ ફુડ પોઈઝનિંગથી સામે લડવા માટે શ્રેષ્ઠ ઉપાય છે. 
 
 
મુશ્કેલીથી પાચન થતા આહાર ના લો-  વધુ તેલ,મસાલાયુકત અને મુશ્કેલીથી પાચન થતા ખોરાક ટાળો.  આવા ખાદ્યપદાર્થો શરીર માટે જરૂરી પોષક તત્વો પૂરા કરવા માટે મદદરૂપ નથી. આ સાથે ડેરી ઉત્પાદનોને પણ ટાળો. 
 
 

વેબદુનિયા પર વાંચો