ચા દાંતને પીળા પડતા અટકાવે

મંગળવાર, 8 માર્ચ 2016 (13:26 IST)
પશ્ચિમના દેશોમાં બ્લેક ટીનું ચલણ છે, પણ ન કરી શકે. એક રીતે જોવા જઈએ તો એ સારું જ છે એવું કેનેડાના રિસર્ચરોનું કહેવું છે. દૂધમાં રહેલા ખાસ પ્રકારના કેસેઈન પ્રોટીનને કારણે ચામાં રહેલું ટેનિન નામનું દ્રવ્ય દાંતને પીળા પડતું અટકાવે છે.
ચા વિશ્વમાં બીજા નંબરનું સૌથી વધુ પીવાતુ પીણું છે. યુનિવર્સિટી ઓફ એલ્બર્ટાના રિસર્ચરોનું કહેવું છે કે ચાનું પ્રોસેસિંગ અને વપરાશ કઈ રીતે થાય છે એનો શરીરના ઓવરઓલ સ્વાસ્થ્ય ઉપરાંત દાંત પર પણ પ્રભાવ પડે છે.

ચાને જેટલી વધારે પ્રોસેસ અને ઓક્સિડાઈઝ્ડ કરવામાં અાવી હોય એટલું જ વધારે એના ડાઘ પડવાનું જોખમ રહે છે. ડાઘ માટે ચામાં રહેલું ટેનિન દ્રવ્ય જવાબદાર છે. ચાની પત્તીનું ફર્મેન્ટેશન અને પ્રોસેસિંગ વધુ કરવાથી અા દ્રવ્યની માત્રા વધુ સઘન બને છે. 

વેબદુનિયા પર વાંચો