ઘરેલુ ઉપાયો - વજન ઘટાડવાના સરળ ઉપાય

શનિવાર, 19 જુલાઈ 2014 (16:19 IST)
દરેક વ્યક્તિને એક સુંદર અને સુડોલ  શરીર માંગે છે,પરંતુ જાડાપણાને કારણે તેઓની આ ઈચ્છા કયાંક દબાઈ જાય છે. જો તમે પણ  તમારા વધતા  વજનથી પરેશાન છો તો આ નાના-નાના અને સરળ ઘરેલૂ ઉપાય અજમાવી તમે તમારું વજન ઓછું કરી શકો છો.  
 
ભોજન વચ્ચે પાણી ન પીવું 
 
ભોજન સમયે વચ્ચે  પાણી પીવાની ટેવ છોડી દો. તે જાડાપણાને વધારે છે.ભોજનના અડધા કલાક  પછી હુંફાળું પાણી પીવું .  
 
ચરબી વધારતી  વસ્તુઓનું સેવન ટાળો 
 
ચરબી વધારતી  વસ્તુઓ જેમ કે ચોખા,માંસ વગેરેનું  સેવન ટાળો. આ સિવાય ખૂબ જ તૈલી ખોરાક ન ખાશો. એની જગ્યાએ તમે હેલ્ધી ફૂડને તમારા ડાયેટમાં સમાવેશ કરો. ખાધાં પછી સીધા ઊંઘવાના કે ટીવી જોવાને બદલે થોડી વોક કરી લો. 
 
ચાલવું  અને કસરત 
 
દરરોજ સવારે વૉક પર જાવ પછી કસરત કરવી . આથી વજન સંતુલિત રહે છે અને વધારાની ચરબી ઘટે  છે. 
 
પાણી પુષ્કળ પીવું 
 
પૂરા દિવસ દરમિયાન પાણી પુષ્કળ પીવું .એ તમારા શરીરની  સમગ્ર ગંદગી દૂર કરશે અને તમને તંદુરસ્ત  રાખશે. 
 
સ્વસ્થ આહાર 
 
તમારા ભોજનમાં  સ્વસ્થ આહાર લો.તળેલી વસ્તુઓને  બદલે ફળો અને લીલા શાકભાજી  ખાવું .ખાંડ ઘટાડો . આહારમાં પ્રોટીન ફાઇબરયુક્ત વસ્તુઓ સમાવેશ કરો.  .અનાજ, કઠોળ, શાકભાજી ખાવ. 

વેબદુનિયા પર વાંચો