ઝડપી વૉક ( બ્રિસ્ક વૉક)brisk Walk
આ સામાન્ય ગતિની મોડરેટ ઈંટેસિટીવાળી વૉક છે . જેમાં સાથ આપવા તમે તમારા મિત્રો ,પરિવારના સભ્યો અથવા સહકાર્યકરોને બોલાવી શકો છો. જેમાં થોડી તીવ્રતા સાથે ચાલવુ પડશે. જેમ તમને કોઈને મળવાની ઉતાવળ છે. તમારી ઝડપ 5-6 કિ.મી કલાક દીઠ હોવી જોઈએ.અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર Brisk walk (ઝડપી વોક ) કરવી જોઈએ .પ્રથમ ચાર અઠવાડિયામાં 20-30, પછી 30-40 મિનિટ ચાલવુ લાભદાયી રહેશે.
ગતિ વોક Speed Walk
આ 7-9 કિ.મી કલાક દીઠની ઝડપથી ચાલવું પડે છે. પ્રથમ ચાર અઠવાડિયા દરેક અઠવાડિયે ઓછામાં ઓછા ત્રણ વખત (25 મિનિટ) ઝડપથી ચાલવુ . ,તે પછી 5-12 અઠવાડિયા દર અઠવાડિયે ઓછામાં ઓછા બે ઝડપ વૉક કરવી. ધીમે ધીમે ઝડપ વધારવી.