આરોગ્ય સલાહ - સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે બીટ જ્યુસ

શુક્રવાર, 6 જૂન 2014 (14:52 IST)
બીટ (શલગમ)  સ્વાસ્થ્ય માટે લાભદાયક શાકભાજી છે. એમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન અને ચરબી ઓછી જોવા મળે છે. તેનો રસ શાકભાજીઓમાં  શ્રેષ્ઠ 
 
માનવામાં આવે છે. આ કુદરતી ખાંડનો શ્રેષ્ઠ સ્ત્રોત છે.
 
આમાં  સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, સલ્ફર, ક્લોરિન, આયોડિન, લોખંડ, વિટામિન B1, B2, અને C જોવા મળે છે. આમાં  
 
કેલરી ખૂબ ઓછી હોય છે. આનો રસ ઘણા રોગોના સારવારમાં ઉપયોગી હોય છે.
 
એનિમિયા
 
બીટનો રસ માનવ શરીરમાં લોહી બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગી છે. આયરનની સંપૂર્ણ માત્રા હોવાને કારણ આ લાલ રક્ત કોશિકાઓને સક્રિય અને તેને પુનરચના 
 
કરે છે. આ  એનિમિયાના સારવાર માટે ખાસ કરીને ઉપયોગી છે.આના સેવનથી શરીરની રોગ પ્રતિકાર ક્ષમતા વધે છે.
 
પાચન
બીટનો રસ કમળો, હિપેટાઇટિસ, ઉબકા અને ઊલ્ટી સારવારમાં ઉપયોગી છે. બીટના જ્યુસમાં એક ચમચી લીંબુનો મિક્સ કરી આ રસ રોગીને પ્રવાહી ખોરાક 
 
તરીકે આપી શકાય છે. અલ્સર ,ગેસ્ટ્રીકની સારવાર દરમિયાન નાસ્તા પહેલાં એક ગ્લાસ બીટના જ્યુસમાં એક ચમચી મધ નાખી પીવું .
 
કબજિયાત અને હરસ
બીટના નિયમિત સેવનથી કબજિયાત ટાળી શકાય છે. તે હરસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.રાત્રે સૂતાં પહેલા એક ગ્લાસ કે અડધો ગ્લાસ જ્યુસ દવા 
 
તરીકે  પીવાથી ફાયદેકારી હોય છે. 
 
અન્ય ઘણા રોગો માટે ઉપયોગી
બીટનો જ્યુસ અકાર્બનિક કેલ્શિયમને સંગ્રહવા માટે શ્રેષ્ઠ માર્ગ છે. આ કારણોસર આ હાઈ બ્લડ પ્રેશર,હૃદય રોગ અને પગની નસો માટે ઉપયોગી છે. કિડની અને 
 
પિત્તાશયની વિકૃતિઓ માટે બીટના જ્યુસમાં ગાજરનો  રસ અને કાકડીનો  રસ મિશ્ર કરી પીવો ઉપયોગી છે.
 
ત્વચા માટે લાભદાયી 
સફેદ બીટને પાણીમાં બાફીને ફિલ્ટર કરી લો. આ પાણી ફોડા અને ખીલ માટે ખૂબ જ ઉપયોગી છે. ઓરી અને તાવમાં પણ ત્વચા સાફ કરવામાં ઉપયોગ કરી શકાય 
 
છે.
 
ખોડો 
બીટ ઉકાળો  અને તેમાં સિરકા નાખી માથામાં લગાવો. કે  માથા પર બીટના પાણીમાં આદુના ટુકડા પલાળી મસાજ મસાજ કરો અને રાતભર રહેવા દો,  સવારે 
 
વાળ ધોઈ લો. 
 

વેબદુનિયા પર વાંચો