રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસ- જીવનમાં રમતનુ મહત્વ

રવિવાર, 29 ઑગસ્ટ 2021 (07:17 IST)
રમત અને સ્પોર્ટ્સ શારીરિક ગતિવિધિ છે. જે પ્રતિયોગી સ્વભાવના કૌશલ વિકાસમાં મદદ કરે છે. સામાન્ય રીતે બે કે વધુ સમુહ એક બીજા સાથે મનોરંજન કે ઈનામ પ્રાપ્ત કરવા માટે એકબીજા સાથે પ્રતિસ્પર્ધા કરે છે. મહિલાઓ અને પુરૂષો બંને માટે રમત ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે.  કારણ કે આ એક વ્યક્તિની શારીરિક, માનસિક સ્વાસ્થ્ય, નાણાકીય સ્થિતિને પ્રોત્સાહિત કરે છે.  આ નાગરિકોના ચરિત્ર અને સ્વસ્થ્યના નિર્માણ દ્વારા રાષ્ટ્રને મજબૂતી પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રમત મનુષ્યના કાર્ય કરવાની રીતમા ગતિ અને સક્રિયતા લાવે છે. 
 
સ્વાસ્થ્ય, ધન અને રાષ્ટ્રના નિર્માણમાં રમતની ભૂમિકા 
 
રમતનુ મહત્વ અને ભૂમિકાને કોઈના પણ દ્વારા નજરઅંદાજ કરી શકાતુ નથી. કારણ કે આ હકીકતમાં ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે.  લોકો પોતાના વ્યક્તિગત વિકાસ સાથે જ વ્યવસાયિક વિકાસ માટે રમત ગતિવિધિઓમાં સામેલ થઈ શકે છે. આ યુવક અને યુવતીઓ બંને માટે સારા શરીરનુ નિર્માણ કરવા માટે ખૂબ સારુ છે. આ લોકોને માનસિક રૂપે સતર્ક, શારીરિક રૂપથી સક્રિય અને વધુ લાભકારી થઈ શકે છે. તેઓ વધુ અનુશાસિત, સ્વસ્થ, સક્રિય, સમયનિષ્ઠ બની શકે છે અને સહેલાઈથી વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં કોઈપણ મુશ્કેલ સ્થિતિનો સામનો કરી શકે છે.  રમતમાં નિયમિત રૂપથી સમએલ થવુ સહેલાઈથી ચિંતા, તનાવ અને ગભરાટમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે. 
 
આ શરી રના અંગોના શારીરિક કાર્યોને શ્રેષ્ઠ બનાવે છે અને આ રીતે આખા શરીરના કાર્યોને સકારાત્મક રૂપથી નિયંત્રિત કરે ચ હે. આ શરીરના સ્વાસ્થ્યને કાયમ રાખવામાં મદદ કરે છે અને આ રીતે મન કે દિમાગ શાંતિપૂર્ણ, ઝડપી ન સારી એકગ્રતા સાથે સક્રિય રહે છે.  આ શરીર અને મનની શક્તિ અને ઉર્જાનુ સ્તર વધારે છે.  આ દરેકના નીરસ જીવનમાં એક સારો બ્રેક આપે છે.  રમત ઉજવલ વ્યવસાયિક કેરિયર ધરાવે છે તેથી, તેમા રૂચિ રાખનારા યુવાઓને ચિંતા કરવાની જરૂર નથી અને તેમને ફક્ત સંપૂર્ણ લગન સાથે પોતાની આ રૂચિને નિયમિત રાખવાની છે. આ ટીમમાં સહયોગ અને ટીમ નિર્માણની ભાવનાના વિકાસ દ્વારા બધાને ટીમમાં કાર્ય કરવાનુ શીખવાડે છે. રમત પ્રત્યે વધુ ખેંચાવ એક વ્યક્તિ અને એક રાષ્ટ્ર બંનેને સ્વસ્થ અને નાણાકીય રૂપથી વધુ મજબૂત બનાવે છે. તેથી  રમતને માતા-પિતા, શિક્ષક અને દેશની સરકાર દ્વારા વધુ પ્રોત્સાહન આપવુ જોઈએ. 
 
પ્રખ્યાત રમત હસ્તિઓની ભૂમિકા 
 
વધુ પ્રસિદ્ધ રમત હસ્તિઓને મુકનારુ રાષ્ટ્ર ઓછા સમયમાં ખૂબ જ સહેલાઈથી દુનિયાભરમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી લે છે. દેશના યુવાઓને પ્રેરિત કરવા માટે વધુ પ્રયાસની કોઈ જરૂર નથી પડતી. તે ખૂબ સહેલાઈથી પહેલાથી જ પ્રસિદ્ધ રમત હસ્તિઓને જોઈને પ્રેરિત થતા રહે છે. આ રીતે દેશના યુવાઓને રમતના ક્ષેત્રમાં કેરિયર બનાવવામાં વધુ તક મળે છે.  લોકપ્રિય ખેલાડી પણ પોતાના દેશના ભાવિ યુવકોને પ્રોત્સાહિત કરે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર