શાનદાર ઔધોગિક વૃધ્ધિ યથાવત રહેશે - મોંટેક

યોજના આયોગે આજે ડબલ અંકોની ઔધોગિક વૃધ્ધિ દરનો શ્રેય પ્રોત્સાહન પેકેજને આપતા કહ્યુ કે આવનારા મહિનામાં વૃધ્ધિની ગતિ યથાવત રહેશે.

યોજના આયોગના ઉપાધ્યક્ષ મોંટેક સિંહ અહલૂવાલિયાએ અહી સંવાદદાતાઓને કહ્યુ કે 10 ટકા વધુનો વૃદ્ધિ દર ફક્ત બેસ ઈફેક્ટને કારણે નોંધાઈ નથી. મને આશા છે કે આ યથાવત રહેશે. આજે અહી રજૂ આંકડા મુજબ વિનિર્માણ વિશેષ રૂપે કંજ્યૂમર ડ્યૂરેબલની મદદથી ઓક્ટોબર દરમિયાન ઔધોગિક વૃધ્ધિ દર 10.3 ટકા રહી જે ગયા વર્ષની સમાન અવધિમાં 0.1 ટકા હતી. અહલૂવાલિયાએ કહ્યુ કે સરકારની કોશિશ રંગ લાવી રહી છે.

વેબદુનિયા પર વાંચો