મોંધવારી દર સ્થિર રહેશે તો મૌદ્રિક નીતિની સમીક્ષા

ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈના ગવર્નર ડી. સુબ્બારાવે આજે કહ્યુ કે જો ફુગાવાનો દબાવ યથાવત રહેશે તો ટોચની બેંક મૌદ્રિક નીતિની સમીક્ષા કરશે.

સુબ્બારાવે અહી સંવાદદાતાઓને કહ્યુ જો મુદ્રાસ્ફીતિક દબાવ લાંબા સમય સુધી યથાવત રહેશે તો રિઝર્વ બેંક ફુગાવાની સમીક્ષા કરશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બુધ્ધદેવ ભટ્ટાચાર્ય સાથે મુલાકાત કર્યા પછી કિમંતમાં વધારાને લઈને ભ્રમની સ્થિતિની વાત સ્વીકાર કરતા રિઝર્વ બેંકના ગવર્નરે કહ્યુ જથ્થાબંધ મૂલ્ય આધારિત સૂચકાંક વધુ નથી, પરંતુ ગ્રાહક મૂલ્ય સૂચકાંક ઘણો ઉંચો છે. ખાદ્ય વસ્તુઓ પર આધારિત ફુગાવો 17.5 ટકા ક હ્હે અને વર્તમાન સ્થિતિના નિયંત્રણને લઈને સ્થિતિ ભ્રમિત છે.

વેબદુનિયા પર વાંચો