ઉદ્યોગ મંડળ એસોચૈમ અને પીડબલ્યૂસીના એક અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે ભારતીય મનોરંજન અને મીડિયા ઉદ્યોગનો 2013 સુધી 11 ટકાના વૃધ્ધિ દરથી વધારી 93,200કરોડ રૂપિયા પર પહોંચવાની શક્યતા છે. ઘરેલુ મનોરંજન અને મીડિયા ઉદ્યોગના વર્તમાન આકાર 60,000 કરોડ રૂપિયાનો છે. અભ્યાસના મુજબ, ઉદ્યોગની આવકમાં ટેલીવિઝન ઉદ્યોગનુ મુખ્ય યોગદાન રહેવાનુ અનુમાન છે. અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે, ભારતીય મનોરંજન અને મીડિયા ઉદ્યોગ 11 ટકાથી વધુની વાર્ષિક ચક્રવૃધ્ધિ દરથી વધીને 2013 સુધી 93,200 કરોડ રૂપિયા પહોંચવાની શક્યતા છે. ફિલ્મ ઉદ્યોગનો વૃધ્ધિ દરના વિશે અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે આ ઉદ્યોગના આવતા ચાર વર્ષમાં લગભગ 12 ટકાના વૃધ્ધિ દરથી વધીને 18,500 કરોડ રૂપિયા પર પહોંચવાનુ અનુમાન છે જે હજુ 11,500 કરોડ રૂપિયાનુ છે.