સરકારી બેંકના કર્મચારીઓએ સ્ટેટ બેંક ઓફ ઈન્દોરના મૂળ બેંક એસબીઆઈમાં વિલય અને વેતન સાથે જોડાયેલા અન્ય મુદ્દાને લઈને 16 ડિસેમ્બરના રોજ એકદિવસીય હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે. ઓલ ઈંડિયા બેંક કર્મચારી સંઘ એઆઈબીઈએ ના મહાસચિવ સી એચ વેકટચલમે કહ્યુ એઆઈબીઈએ અને ઓલ ઈંડિયા બેંક ઓફિસર્સ એશોશિએશનના લગભગ ચાર લાખ બેંક કર્મચારી 16 ડિસેમ્બરના રોજ હડતાલ કરશે. તેમણે કહ્યુ કે કર્મચારી બેંકોના વિલયનો વિરોધ કરતા રહ્યા છે. કારણ કે તેમની સેવા શરત વિલય પછી બનેલ પ્રબંધનની દયા પર નિર્ભર કરશે. વેકટચલમે કહ્યુ કે આ પહેલા દિલ્લીમાં 15 ડિસેમ્બરના રોજ ભારતીય બેંક સંઘની બેઠક મુખ્ય શ્રમાયુક્તની સાથે રહેશે.