નોકિયાએ લોંચ કર્યો સસ્તો સ્માર્ટફોન લુમિયા 610

બુધવાર, 25 એપ્રિલ 2012 (12:12 IST)
P.R
ફેબ્રુઆરીમાં મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન ફિનિશ મોબાઇલ અને સ્માર્ટફોન મેન્યુફેક્ચરર નોકિયાએ તેનો વિન્ડોઝ ફોન આધારિત સસ્તો સ્માર્ટફોન લુમિયા 610 જાહેર કર્યો હતો અને હવે કંપની આ ફોન આગામી મહિને બને તેટલો ઝડપથી ભારતમાં ઉપલબ્ધ કરાવવાની તૈયારીમાં છે.

કંપનીએ તેનો આ લુમિયા 610 અન્ય એશિયન કંપની જેવી કે ચીન, હોન્ગ કોન્ગ, ઇન્ડોનેશિયા, મલેશિયા, સિન્ગાપુર, તાઇવાન અને વિએતનામમાં ઉપલબ્ધ બનાવવાની તૈયારીઓ પણ કરી છે જ્યાં આ ફોન આગામી બેએક અઠવાડિયામાં ઉપલબ્ધ બનશે. ત્યારપછી લુમિયા 610 ફોન ભારતીય માર્કેટમાં જોવા મળશે.

નોકિયા ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર વિરલ ઓઝા અનુસાર નોકિયાના આ લુમિયા 610ની કીમત અંદાજે 11,000 જેટલી રહેશે.

P.R
નોકિયા લુમિયા 610 વિન્ડોઝ ફોન ટેન્ગો ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત રહેશે જેમાં સ્માર્ટફોનના ફંકશન વાપરી શકાશે. નોકિયાનો આ વિન્ડોઝ ફોન ટેન્ગો આધારિત લુમિયા 610 800MHz પ્રોસેસર, 256 એમબી રેમ અને 8 જીબી ઓનબોર્ડ મેમરી સાથે આવશે. આ સાથે આ ડિવાઇસમાં 5 મેગાપિક્સલનો કેમેરા અને એમએમએસની સુવિધા મળશે.

આ સિવાય, નોકિયા લુમિયા 610માં પહેલેથી જ નોકિયા એપ્સ જેવી કે નોકિયા મ્યુઝિક, નોકિયા મેપ્સ, નોકિયા ડ્રાઇવ ઇન્સ્ટોલ કરેલી આવશે અને આ ફોન વ્હાઇઠ, બ્લેક, મજેન્ટા તેમજ સિઆન એમ કુલ ચાર કલરમાં ઉપલબ્ધ બનશે.

વેબદુનિયા પર વાંચો