ઉત્તર પ્રદેશ સરકારે પ્રદેશમાં 118 ખાંડની મિલોમાં ઉત્પાદન શરૂ થઈ જવાનો દાવો કરતા આજે અહીં કહ્યુ કે હાલ રોજ 51 લાખ ક્વિંટલ શેરડીનુ ઉત્પાદન થઈ રહ્યુ છે. સરકારી પ્રવક્તાએ પ્રદેશના શેરડી વિકાસ મંત્રી નસીમુદ્દીન સિદ્દીકીના હવાલાથી જણાવ્યુ કે પ્રદેશમાં 128માંથી 118 ખાંડની મીલોમાં ઉત્પાદન શરૂ થઈ ગયુ છે અને બાકીની દસ મિલોમાં આવતા અઠવાડિયા સુધી ઉત્પાદન શરૂ થઈ જશે. પ્રવક્તાએ જણાવ્યુ કે પ્રદેશમાં હાલ રોજ 51 લાખ ક્વિંટલ શેરડીનુ ઉત્પાદન થઈ રહ્યુ છે, જે ટૂંક સમયમાં જ 76 લાખ ક્વિટલ સુધી પહોંચવાની શક્યતા છે.
સિદ્દીકીએ નિર્દેશ આપ્યો છે કે શેરડી ઘટતૌલી પર કડક નિયંત્રણ મૂકવામાં આવે અને શેરડી મૂલ્યને લઈને ખેડૂતો અને ખાંડની મિલો વચ્ચે પરસ્પર સહમતિ બનાવવામાં મંડલાયુક્ત અને વિભાગીય અધિકારી મધ્યસ્થીની ભૂમિકા ભજવે. પ્રવક્તાએ જણાવ્યુ કે શેરડી મંત્રીએ સહકારી અને સરકારી ખાંડની મિલોના પ્રબંધ નિદેશકોને સ્પષ્ટ કહી દીધુ છે કે તેઓ પણ ખાનગી ક્ષેત્રની ખાંડની મિલો દ્વારા આપવામા આવનારા શેરડી મૂલ્ય દર પર શેરડી ખરીદી શકે છે.