આલોચના અને વિરોધનો સામનો કર્યા પછી હવે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે તેની નવી ડેટા-શેરિંગ નીતિ પર પ્રતિબંધ મૂક્યો છે. હકીકતમાં, નવી નીતિમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું ઈંટીગ્રેશન વધુ હતું, જેના કારણે યુઝર્સનો વોટ્સએપ ડેટા ફેસબુક સાથે પણ શેર કરવામાં આવતો.. ફેસબુક સંપૂર્ણ રીતે વ્હોટ્સએપની માલિકીનું છે. વ્હોટ્સએપની આ ગોપનીયતા નીતિથી પરેશાન, યુઝર્સ તેના પ્રતિદ્વંદી એપલ ટેલિગ્રામ અને સિગ્નલ પર સ્થળાંતર કરી રહ્યા હતા.
એક બ્લોગપોસ્ટમાં, વોટ્સએપે તરફથી લખવામાં આવ્યુ છે કે, 'અમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું છે કે અમારા તાજેતરના અપડેટ્સને લઈને ભ્રમની સ્થિતિ ઉભી થઈ છે. આ અપડેટ દ્વારા અમે ફેસબુક સાથે પહેલા કરતા વધુ ડેટા શેર નહી કરીએ.
ઉલ્લેખનીય છે કે વોટ્સએપે 4 જાન્યુઆરીએ 'ઇન-એપ' સૂચના દ્વારા નવી ગોપનીયતા નીતિની ઘોષણા કરતા પોતાના યૂઝર્સને સેવાની શરત અને ગોપનીય તાની નીતિ વિશે અપડેટ આપવુ શરૂ કર્યુ. વોટ્સએપે તેમા બતાવ્યુ કે તે કેવી રીતે યૂઝર્સના ડેટાને પ્રોસેસ કરે છે અને તેને ફેસબુક સાથે કેવી રીતે શેયર કરે છે. અપડેટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વોટ્સએપની સેવાઓનો ઉપયોગ ચાલુ રાખવા માટે યુઝર્સે 8 ફેબ્રુઆરી, 2021 સુધીમાં નવી શરતો અને નીતિ સાથે સંમત થવું પડશે.
વ્યવસાયિક જગતના અનેક મોટા દિગ્ગજો સહિત મોટી સંખ્યામાં યુઝર્સે આ પગલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારતમાં વોટ્સએપ યુઝર્સની સંખ્યા 40 કરોડથી વધુ છે. ભારત વૈશ્વિક સ્તરે વોટ્સએપના સૌથી મોટા બજારોમાંનું એક છે વોટ્સએપની સર્વિસ અને ગોપનીયતા નીતિમાં તાજેતરના થયેલા ફેરફારની ચર્ચાએ જોર પકડ્યું છે, અને ઘણા યુઝર્સ વોટ્સએપના હરીફ મંચ - ટેલિગ્રામ અને સિગ્નલ તરફ વળ્યા છે. એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશન સિગ્નલ અને ટેલિગ્રામને એપલ અને ગૂગલના એપ સ્ટોરથી ડાઉનલોડ્સમાં ઉછાળો જોવા મળ્યો. તેનાથી વિપરિત, ફેસબુકની માલિકીની વોટ્સએપના ડાઉનલોડ્સમાં ઘટાડો જોવા મળ્યો છે.