Today's Price of Oil - સતત કપાત પછી આજે વધ્યા તેલના ભાવ, પેટ્રોલ 38 અને ડીઝલ 29 પૈસા થયુ મોંઘુ

ગુરુવાર, 10 જાન્યુઆરી 2019 (10:32 IST)
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહતની પ્રક્રિયા સતત ચાલુ હતી પણ આજે તેના પર  બ્રેક વાગી છે.  આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 38 પૈસા અને ડીઝલન આ ભાવમાં 29 પૈસાનો વધારો થયો. દિલ્હીમાં જ્યા ગઈકાલે પેટ્રોલ 68.50 રૂપિયા પ્રતિ લીટર હતુ જ્યારે કે ડીઝલના ભાવ પણ 62.24 રૂપિયા પ્રતિ લીટર હતા.
 
પેટ્રોલના ભાવ 
 
તમિલનાડુની રાજધનઈ ચેન્નઈમાં પેટ્રોલ-ડીઝલની કિમંત સૌથી વધુ વધારો થયો છે. અહી પેટ્રોલ 40 પસિઆ વધીને 71.47 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 31 પૈસા વધીને 66.01 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ.  કલકત્તામાં પેટ્રોલ 37 પૈસા વધીને  71.01  રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 29 પૈસા વધીને 64.30 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.  દેશની આર્થિક રાજધાનીના રૂપમાં જાણીતા મુંબઈમાં પેટ્રોલના ભાવ 37 પૈસા વધીને 74.33 રૂપ્યા પ્રતિ લીટર અને ડીઝલ 31 પૈસા વધીને 65.43 રૂપિયા પ્રતિ લીટર  પહોંચી ગયુ છે. 
 
ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 
 
-  અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 66.60 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 65.53 રૂપિયા 
-  અમરેલીમાં આજે પેટ્રોલની કિંમત 67.59 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 66.53 રૂપિયા છે. 
- આણંદમાં આજે પેટ્રોલની કિંમત 66.55 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 65.48 રૂપિયા છે. 
- અરવલ્લીમાં આજે પેટ્રોલની કિંમત 67.37 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 66.30 રૂપિયા છે. 
- ગાંધીનગરમાં આજે પેટ્રોલની કિંમત 66.57 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 65.51 રૂપિયા છે.
 
60 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચ્યુ કાચુ તેલ 
 
બીજી બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કાચા તેલમાં સતત તેજી બની રહી છે. ગુરૂવારે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેંટ ક્રૂડ ઑયલ 60 ડોલર પ્રતિ બેરલના સ્તરને પાર કરતા 60.93 ડૉલર પ્રતિ બેરલ વેપાર કરતા જોયો.  કાચા ઈંધણની કિંમત વધતા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થશે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓયલની કિંમત 60 ડૉલરને પાર થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયમાં આ કિંમત 50 ડૉલર પ્રતિ લીટર પહોંચી હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર