ટેક દિગ્ગજ કંપની ગૂગલે મદ્રાસ હાઈકોર્ટના નિર્દેશનુ પાલન કરતા ભારતમાં પૉપુલર વીડિયો શેયરિંગ એપ ટિક ટૉક (TikTok) ને બ્લોક કરી દીધુ છે. મતલબ હવે આ એપને ગૂગલ પ્લે પરથી ડાઉનલોડ નથી કરી શકાતુ. ભારતમાં ટિક ટૉકનો એક મોટો બજાર છે અને ગૂગલથી સંચાલિત થનારા એંડ્રોયડ સ્માર્ટફોન્સની સંખ્યા પણ વધુ છે. હાલ ios થી એપ હટાવવાની માહિતી મળી નથી.
તાજેતરમાં જ કોર્ટે કેન્દ્ર સરકારને TikTok એપને બૈન લગાવવાનુ કહ્યુ હતુ. બૈન કરવાનુ કારણ બતાવ્યુ હતુ કે આ એપ પૉર્નોગ્રાફિક કંટેટને પ્રોત્સાહિત કરે છે. ચીનની કંપની Bytedance ટેકનોલોજીએ કોર્ટને ટિકટૉક એપ પરથી બૈન ખતમ કરવાની અપીલ કરી હતી. જો કે કોર્ટે અપીલ રદ્દ કરી દીધી હતી. ત્યારબાદ જ ગૂગલે એપને હટાવવાનો નિર્ણય કર્યો. હાલ ગૂગલે આ વિશે કોઈ સત્તાવાર નિવેદન આપ્યુ નથી.