Inflation દેશની જનતાને મોંઘવારીથી મળશે વધુ રાહત

સોમવાર, 23 મે 2022 (11:51 IST)
મોંઘવારી પર કાબૂ મેળવવા માટે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈજ ડ્યૂટીમાં 8 રૂપિયા અને 6 રૂપિયાનો કપાત કર્યુ છે. આર્થિક જાણકારોનો માનવુ છે કે તેના કારણે ટકર મોંઘવારીમાં 0.40 ટકાની ગિરાવટ આવી શકે છે. 
 
રાહતની આશા - ખાદ્યતેલ સસ્તુ થશે 
એપ્રિલના છેલ્લા સપ્તાહમાં વનસ્પતિ ઘી અને પામોલીનના ભાવમાં પ્રતિ કિલો રૂ. 10 થી 15નો વધારો થયો હતો. હવે જ્યારે ઈન્ડોનેશિયાએ પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે, ત્યાર બાદ કિંમતોમાં થોડી રાહત મળવાની આશા છે. સરકારનું એમ પણ માનવું છે કે ભારતીય બજારમાં કિંમતોને નિયંત્રિત કરવી સરળ બનશે.
 
સ્ટીલ-સિમેન્ટ પણ સસ્તું થશે તેવું અનુમાન
માત્ર એટલું જ નહીં, કેન્દ્ર સરકારે સ્ટીલ અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં વપરાતી વસ્તુઓ પરની કસ્ટમ ડ્યૂટીમાં પણ ઘટાડો કર્યો છે. તેમજ સિમેન્ટનો પુરવઠો વધારવા માટે પણ પગલાં લેવાયા છે. આ પગલાં મોંઘવારીને કાબૂમાં રાખવામાં મદદ કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર