રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6.06 લાખ કરોડનો વધારો
માત્ર શેરબજારમાં આજના ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 6.06 લાખ કરોડનો વધારો થયો છે. આજે ટ્રેડિંગ બંધ થયા બાદ, BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 6,05,847.27 કરોડ વધીને રૂ. 4,52,00,321.27 કરોડ થયું હતું. તમને જણાવી દઈએ કે જે દિવસે ભારતીય બજાર તેની જીવનકાળની ટોચે પહોંચ્યું હતું, તે દિવસે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 4,79,10,402.02 કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું. તેનો અર્થ એ કે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ હજુ પણ તેના જીવનકાળના ઉચ્ચતમ ₹27,10,080.75 કરોડથી નીચે છે.