ATMમાંથી રૂપિયા કાઢવાની મર્યાદા ખત્મ

મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (00:35 IST)
ભારતીય રિઝર્વ બેન્કે એક ફેબ્રુઆરીના રોજ એટીએમમાંથી રૂપિયા કાઢવાની મર્યાદા ખત્મ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે નોંધનીય છે કે 16 જાન્યુઆરીથી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંક એટીએમથી રોકડ રકમ ઉપાડવાની પ્રતિ દિન રૂપિયા 4500થી વધારીને દૈનિક રૂપિયા 10 હજાર કરી નાંખી હતી.  રીઝર્વ બેંકે સપ્તાહમાં 24,000 રૂપિયા ઉપાડવાની મર્યાદાને યથાવત રાખી છે, આ મર્યાદા માત્ર સેવિંગ્સ એકાઉન્ટને લઈને છે.
 
 આરબીઆઇએ જણાવ્યું હતું કે એટીએમ અને કરન્ટ એકાઉન્ટ્સમાંથી રૂપિયા કાઢવાની લિમિટની સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે હાલમાં એટીએમમાંથી એક દિવસમાં 10 હજાર રૂપિયા કાઢી શકવાની મર્યાદા છે. સપ્તાહમાં 24000 હજાર રૂપિયા કાઢી શકાય છે.  કેશ ક્રેડિટ ખાતા અને ઓવરડ્રાફ્ટ ખાતામાં ઉપાડ પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે. સાથે એટીએમમાંથી ઉપાડની મર્યાદા પણ સમાપ્ત કરી દેવાઈ છે. પણ સેવિંગ્સ ખાતા પર લદાયેલી ઉપાડની મર્યાદા અંગે આગામી દિવસોમાં વિચાર કરાશે
 

વેબદુનિયા પર વાંચો