ટાટાએ લોંચ કરી 1.99 લાખ રૂપિયામાં 25.3 km/l માઈલેજવાળી TATA NANO GenX

મંગળવાર, 19 મે 2015 (16:51 IST)
ટાટા મોટર્સની 2015 ટાટા નેનો GenX મંગળવારે ભારતીય બજારમાં પણ લોંચ કરવામાં આવી. કારની શરૂઆતની કિમંત 1.99 લાખ રૂપિયા છે. જોકે આ કારના ઓટોમેટેડ મૈનુઅલ ટ્રાંસમિશન વર્જન 2.69 લાખ રૂપિયામાં મળી રહેશે. કંપનીએ દાવો કર્યો છેકે મૈનુઅલ મોડલ્સ વધુમાં વધુ 25.3km/l જ્યારે કે ઓટોમેટેડ ટ્રાંસમિશનવાળા મૉડલ્સ 21.9km/lનું માઈલેજ આપશે. 
 
નૈનો જેનેક્સમાં AMT ફીચર ઉપરાંત સ્પોર્ટ મોડ ક્રીપ ફંક્શન પણ આપવામાં આવ્યુ છે જે શહેરના હેવી ટ્રેફિકમાં ખૂબ મદદરૂપ છે. આ ફંક્શનમાં એક્સેલેટરનો પ્રયોગ કર્યા વગર ધીરે ધીરે આગળ વધતી રહે છે. ફક્ત રોકવા માટે બ્રેકનો ઉપયોગ કરવો પડશે. 
 
ત્રણ મોટા ફેરફાર 
 
1. ઑટોમેટેડ મૈનુઅલ ટ્રાસમિશન 
2. અગાઉના ગેટના હૈચનુ પુર્ણ ખુલી જવુ 
3. મોટી ટેંક -  24 લીટરની છે. આ પહેલા સુધી કારની ફ્યુલ કૈપેસિટી 15 લીટરની હતી. હવે તમે એકવાર ફરી ટૈંક ફુલ કરાવીને 500 કિલોમીટર સુધીની યાત્રા કરી શકો છો. 
 
થોડા વધુ ફેરફાર 
 
સારુ કેબિન - કંપનીના મુજબ નવા મોડલમાં સારા કેબિન રૂમ આપવામાંઅ આવ્યા છે. વધુ બૂટ સ્પેસ આપવામાં આવ્યુ છે. બૂટ સ્પેસની લગેજ કેપેસિટી 110 લીટર બતાડવામાં આવી છે. 
 
બહારની ડિઝાઈનની વાત કરીએ તો નવા મોડલમાં સ્મોક હેડલૈપ, અલૉય વ્હીલ્સ, ટાટા સિગ્નેચર ગ્રિલ આપવામાં આવી છે.  ટાટાના એક અન્ય મૉડલ જેસ્ટ સાથે મેળ ખાતા સ્ટીયરિંગ વ્હીલ ઉપરાંત કારમાં ફ્રંટ પાવર વિંડોઝ અને ચાર સ્પીકરવાળુ એમ્ફ્રીસ્ટ્રીમ મ્યુઝીક સિસ્ટમ આપવામાં આવ્યુ છે. 
 
એંજિનમાં સાધારણ ફેરફાર 
 
કારનુ એંજીન જૂના જેવુ જ 624 સીસી, ટ્વિન સિલિંડર એમપીએફઆઈ પેટ્રોલ વર્ઝન છે. થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. મતલબ નવા સિલિંડર હેડ અને એલ્યૂમિનિયમ બ્લોક લગાવવામાં આવ્યુ છે. જેથી કાર પહેલાથી વધુ સ્મૂથ ચાલી શકે. કારનો મોટાભાગનો પાવર આઉટપુટ 38 બીએચપી અને ટૉર્ક 51 એનએમ છે. 

વેબદુનિયા પર વાંચો