અમેરિકામાં મંદીને કારણે મૂડ બગડ્યો
ઉલ્લેખનીય છે કે સોમવારે અમેરિકામાં મંદીના કારણે વિશ્વભરના શેરબજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 2,200 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 662 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બેંક, આઈટી, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી હતી.4 જૂન પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં આ સૌથી મોટો એક દિવસીય ઘટાડો હતો. સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ તે દિવસે બજાર પાંચ ટકાથી વધુ તૂટ્યું હતું. સોમવારે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 441.84 લાખ કરોડ થયું હતું. રોકાણકારોને બે દિવસમાં 19 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.