SBI રજૂ કર્યા બે જરૂરી અલર્ટ કરોડો ગ્રાહકના ખાતા પર પડશે અસર

મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (14:50 IST)
દેશના સૌથી મોટા બેંક એસબીઆઈના ગ્રાહક છો તો તમારા માટે બે જરૂરી ખબર છે. ગયા કેટલાક દિવસમાં ભારતીય સ્ટેટ બેંકએ ગ્રાહકો માટે સોશિયલ મીડિયાના માટે બે અલર્ટ રજૂ કર્યા છે. 
 
પ્રથમ અલર્ટ- એસબી આઈએ ગ્રાહકોને મહીના અંત સુધી તેમના પેનને આધાર કાર્ડથી જોડવા માટે કહ્યુ છે બેંકએ આગળ કહ્યુ કે જો તે આવુ કરવામાં વિફળ રહે છો તો તેણે નિર્બાધ બેંઅકિંગ સેવાનો આનંદ લેવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એસબીઆઈએ ટ્વીટ કર્યુ.  અમે અમારા ગ્રાહકોને સલાહ આપીએ છે કે કોઈ પણ પ્રકારની અસુવિધાથી બચવા માટે તમારા પેનને આધારથી લિંક કરો અને નિર્બાધ બેંકિંગ સેવાનો આનંદ લેતા રહો. એસબીઆઈએ ટ્વીટ્માં આગળ કહ્યુ કે પેનને આધારથી લિંક કરવુ ફરજીયાત છે. જો પેન અને આધાર લિંક નહી થશે તો પેન નિષ્ક્રિય થઈ જશે. 
 
 બીજુ અલર્ટ- એસબીઆઈએ એક બીજા ટ્વીટમાં જણાવ્યુ કે આશરે 120 મિનિટ સુધી બેંકની ઑનલાઈન સર્વિસેજ ઠપ રહેશે.બેંકએ જણાવ્યુ કે 15 સેપ્ટેમ્બર રાત્રે 12.00 વાગ્યેથી 2 વાગ્યે સુધી આશરે 120 મિનિટ સુધી મેંટેનેસનો કામ થશે. આ દરમિયાન ગ્રાહકોને ઈંટરનેટ બેંકિંગ, યોનો એસબીઆઈ યોનો લાઈટ અને યૂપીઆઈની સર્વિસેજ નહી મળશે. જણાવીએ કે એસબીઆઈના કુળ 44 કરોડથી વધારે ગ્રાહક છે. તેમાં પણ ઈંટરનેટ બેંકિંગ, યોનો એસબીઆઈ અને યૂપીઆઈથી સંકળાયેલા 20 કરોડથી વધારે ગ્રાહક છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર