SBI ની ઓનલાઈન સર્વિસ થઈ ઠપ્પ, પણ ATM કરી રહ્યા છે કામ

મંગળવાર, 13 ઑક્ટોબર 2020 (13:26 IST)
દેશના મોટા સરકારી બેંક સટેત બેંક ઓફ ઈંડિયા (SBI) ની ઓનલાઈન બૈકિંગ સેવાઓ (Online Banking Services) આજે ઠપ્પ થઈ ગઈ છે.  બેંકે પોતે ટ્વીટ દ્વારા આની માહિતી આપી. તેમનુ કહેવુ છે કે કનેક્ટિવિટીની સમસ્યાને કારણે આવુ થઈ રહ્યુ છે. જો કે બેંકના એટીએમ  (ATM) અને પીઓએસ મશીનો કામ કરી રહી છે. 
 
બેંકે ટ્વીટમાં ગ્રાહકોને કહ્યુ છે કે આ સમસ્યા માટે અમને ખેદ છે. જલ્દી સામાન્ય સેવા ફરી શરૂ થઈ જશે. બેંકે જણાવ્યુ કે કનેક્ટિવિટીને કારણે ગ્રાહકોને ઓનલાઈન બેકિંગ સર્વિસેઝનો ઉપયોગ કરવામા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 
 
આ પહેલા 10 ઓક્ટોબરના રોજ બેંકે પોતાના ગ્રાહકોને જણાવ્યુ હતુ કે એસબીઆઈ યોનો 11 ઓક્ટોબર અને 13 ઓક્ટોબરના બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મેંટેનસમાં રહેશે.  એસબીઆઈ દેશની સૌથી મોટી  બેંક છે. આ વર્ષે 30 જૂન સુધી બેંકમાં 34 લાખ કરોડ રૂપિયાથી વધુ ડિપોજીટ હતી. હોમ લોનમાં બેંકના બજારની ભાગીદારી લગભગ 34 ટકા છે અને ઓટો સેગમેંટમાં આ 33 ટકા છે. સમગ્ર બેંકના 22,100 શાખાઓ છે અને ટોટલ એટીએમ/સીડીએમની સંખ્યા 58000થી વધુ છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર