ગુજરાતમાં પેટ્રોલ 75 રૂપિયા લીટર છે. જે મહારાષ્ટ્રની તુલનામાં 8.48 રૂપિયા સસ્તુ છે. ગુજરાતમાંથી પેટ્રોલ ખરીદવા પર સીધા 8 થી 10 રૂપિયાનો ફાયદો થાય છે.  ગેરકાયેદસ્ર વેચાણને કારણે મહારાષ્ટ્રના પેટ્રોલ પંપ પર રોજ બે હજાર લીટર પેટ્રોલનુ વેચાણ ઓછુ થાય છે. ગુજરાતના પેટ્રોલ પંપ માલિકોની કમાણી બમણી થઈ ગઈ છે. નંદૂરબાર જીલ્લાના ગ્રામીણ વિસ્તારથી ગાડી સાથે પ્લાસ્ટિકના ડબ્બા લઈને આવનારાઓની લાંબી લાઈન જોવા મળી રહી છે. 
 
									
				
	 
	મહારાષ્ટ્ર પેટ્રોલ પંપ માલિકોને નુકશાન 
	 
	મોટર સાઈકલના સાઈલેંસર પર 30 લીટરના પ્લાસ્ટિકના ડબ્બા મુકીને ગાડી ચલાવે છે.  લારીવાળા રસ્તા પર ગેરકાયદેસર રીતે પેટ્રોલ વેચે છે. ગુજરાતમાં લારીવાળા પ્લાસ્ટિકના ડબ્બા અને ડ્રમમાં પેટ્રોલ ભરાવીને ઊંચી કિમંત પર વેચી રહ્યા છે.  જેનાથી મહારાષ્ટ્રના પેટ્રોલ પંપના માલિકોને મોટુ નુકશાન થઈ રહ્યુ છે.