એપ્રિલથી પ્રોવિડેંટ ફંડ(PF) માંથી પૈસા કાઢવા સહેલા થઈ જશે. પી.એફ વિદ્રોલ માટે ઓનલાઈન એપ્લાય કરવાના 3 કલાકની અંદર પી.એફ.ની રકમ તમારા એકાઉંટમાં આવી જશે. આ ઉપરાંત મેંબર પોતાની પેંશન નક્કી કરવા માટે પણ ઓનલાઈન એપ્લીકેશન આપી શકશે. આ માટે તેમને પી.એફ. વિદ્રોલ ફોર્મ કે પેંશન નક્કી કરવામાટે ફોર્મ ભરીને પોતાની કંપની કે સંસ્થામાં જમા કરાવવાની જરૂર નહી પડે. આનાથી ઈ.પી.એફના લગભગ 17 કરોડ મેંબર્સને ફાયદો થશે.
ઈ.પી.એફ.ઓ ની વેબસાઈટ પર ઓનલાઈન કરી શકશો અરજી
ઓનલાઈન પી.એફ. વિડ્રોઅલ ફેસિલીટી શઓરો થઈ જવા પર મેંબર્સ ઈ.પી.એફ.ઓ. ની વેબસાઈટ પર જઈને પી.એફ કાઢવા અને પેશન નક્કી કરવા માટે ઓનલાઈન એપ્લાય કરી શકશે. આ ઉપરાંત મેંબરનું મોત થતા લાઈફ ઈંશ્યોરેંસ ક્લેમ કરવા માટે પણ ઓનલાઈન એપ્લાય કરી શકાશે. આ માટે તમારે તમારી કંપની અને સંસ્થાનના ચક્કર નહી લગાવવા પડે.
શુ હશે ઈ.પી.એફ.ઓ. નો પ્લાન
ઈ.પી.એફ.ઓ. ના સેંટ્રલ પી.એફ. કમિશ્નર ડો. વી.પી જોયે જણાવ્યુ કે અમે અમારા મેંબર્સને ઓનલાઈન પી.એફ વિડ્રોઅલ ફેસિલિટી આપવા માટે કામ કરી રહ્યા છે. આ માટે બધા ઈ.પી.એફ.ઓ ઓફિસને સોફ્ટવેયર સાથે જોડવાનુ કામ ચાલી રહ્યુ છે. માર્ચના અંત સુધી બધા ઈ.પી.એફ.ઓ ઓફિસ સેંટ્રલ સર્વર સાથે કનેક્ટ થઈ જશે. આશા છે કે એપ્રિલથી અમે મેંબર્સને ઓનલાઈન પી.એફ વિડ્રોઅલ અને પેંશન નક્કી કરવાની ફેસિલિટી પુરી પાડી શકીશુ.