હવે જનધન ખાતામાંથી એક મહિનામાં 10 હજારથી વધુ કેશ નહી કાઢી શકાય

બુધવાર, 30 નવેમ્બર 2016 (10:47 IST)
RBI એ નવી યોજના શરૂ કરી છે કે હવે જન ધન ખાતામાંથી એક મહિનામાં 10 હજારથી વધુ નથી કાઢી શકાતા. રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ નોટબંધીને લઈને નવુ સર્કુલર રજુ કર્યુ છે. તેના હેઠળ હવે પ્રધાનમંત્રી જનધન યોજના એકાઉંટ હોલ્ડર્સ માટે એક મહિનામાં કેશ કાઢવાની સીમા નક્કી કરી દેવામાં આવી છે. 

જનધન ખાતામાં 15-15 હજાર રૂપિયા ટ્રાંસફર કરશે સરકાર

રીઝર્વ બેંકે કહ્યુ છે કે, મની લોન્ડરો પાસેથી ખેડૂતો અને રૂરલ જનધન ખાતેદારોને બચાવવા માટે કામચલાઉ ધોરણે આ નિર્ણય લેવામા આવ્યો છે. રીઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતેદારને મહિનામા 10,000થી વધુનો ઉપાડ કરવો હશે તો તેઓએ પૈસાની જરૂરીયાતના યોગ્ય પુરાવાઓ આપવા પડશે તે પછી  જ બેંક મેનેજર તેને 10,000 કરતા વધુનો ઉપાડ કરવાની પરવાનગી આપશે. જ્યારે મર્યાદીત કે કેવાયએસપી પૂર્ણ નહી કરનાર ખાતેદાર મહિનામાં એક વખત નવી નોટ હેઠળ રૂા. 5000નો ઉપાડ કરી શકશે. આ લીમીટ 9 નવેમ્બર 2016 બાદ જૂની કરન્સીના સ્વરૂપમાં જમા થઈ ગયેલી રકમ માટે છે. અત્રે નોંધનીય છે કે, જનધન ખાતાઓમાં અત્યાર સુધીમાં 72000 કરોડ રૂા. જમા થયા છે.

વેબદુનિયા પર વાંચો