ઈંડિયન ઓઈલની વેબસાઈટ મુજબ દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં પેટ્રોલ ક્રમશ 73.07 રૂપિયા, 78.64 રૂપિયા, 75.08 રૂપિયા અને 75.84 રૂપિયાના ભવ પર મળી રહ્યુ છે. બીજી બાજુ ડીઝલની કિમંતોમાં લગભગ 5-6 પૈસાનો ઘટાડો નોંધવામાં આવ્યો. ચારેય મોટા શહેરમાં ડીઝલ માટે ગ્રાહકોને કમશ 66.66 રૂપિયા પ્રતિ લીટર, 69.77 રૂપિયા, 68.39 રૂપિયા અને 70.39 રૂપિયા પ્રતિ લીટર ખર્ચ કરવો પડી રહ્યો છે.