તેમણે જણાવ્યુ કે પ્લાસ્ટિક સબ્સટ્રૈટ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે અને રિઝર્વ બેંકને 10 રૂપિયાના પ્લાસ્ટિકના નોટ છાપવાની મંજૂરી આપવાના સંદર્ભમાં બતાવાયુ છે. તેમને એ પણ બતાવ્યુ કે કૉટન સબ્સટ્રેટ બેંક નોટ્સના સામે પ્લાસ્ટિક નોટ્સની જીવન અવધિ વધુ હોય છે. દુનિયાભરના કેન્દ્રીય બેંક વીતેલા અનેક વર્ષોથી બેંક નોટ્સનુ જીવનચક્ર વધારવા માટે પ્લાસ્ટિક નોટ્સ જેવા વિવિધ વિકલ્પોની શોધ કરી રહ્યા છે.
ભારતીય રિઝર્વ બેંક ફીલ્ડ ટ્રાયલ પછી પ્લાસ્ટિક કરેંસી નોટને દેશભરમાં લોંચ કરશે. સરકારે સૌ પહેલા ફેબ્રુઆરી 2014માં 10 રૂપિયાના મૂલ્યના પ્લાસ્ટિકના નોટને ફિલ્ડ ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી હતી ટ્રાયલ માટે ભૌગોલિક અને જળવાયુ વિવિધતાના આધાર પર પાંચ શહેરોની પસંદગી કરવામાં આવી હતી. ફીલ્ડ ટ્રાયલ માટે પસંદગી કરેલ શહેલ કોચ્ચિ, મૈસૂર, જયપુર, શિમલા અને ભુવનેશ્વર હતા.