ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ લગભગ દોઢ મહિના પહેલા પેટ્રોલ અને ડીઝલની કિમંતો ઘટાડી હતી. કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલની કિમંત ક્રમશ 8 રૂપિયા અને 6 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડી દીધી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર્ સરકારે પણ પેટ્રોલ ડીઝલની કિમંતો ઘટાડી હતી. મહારાષ્ટ્ર સરકારે પણ પેટ્રોલ ડીઝલની કિમંતોને ઘટાડવાનો નિર્ણય કર્યો હતો.
મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ ગુરુવાર મધરાતથી લાગુ થશે. કેબિનેટના આ નિર્ણયને કારણે રાજ્ય સરકારની તિજોરી પર છ હજાર કરોડ રૂપિયાનું વધારાનું દબાણ આવશે. આ નિર્ણય બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 'મંત્રાલય'માં પત્રકારોને કહ્યું કે સરકારના આ નિર્ણયથી પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતોથી પરેશાન સામાન્ય જનતાને રાહત મળશે. વેટથી કમાણીના મુદ્દે મહારાષ્ટ્ર સૌથી આગળ છે. 2021-22માં વેટ દ્વારા રાજ્ય સરકારે 34,022 કરોડની કમાણી કરી હતી. ત્યારપછી ઉત્તરપ્રદેશનો નંબર આવે છે. ઉત્તરપ્રદેશે 26,333 કરોડ રૂપિયાની કમાણી કરી છે.