કેન્દ્ર સરકાર સેટેલાઇટ આધારિત ઇ-ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે, એટલે કે સેટેલાઇટથી વાહનોને ટ્રેક કરવામાં આવશે. હાઇવે પર જેટલા કિલોમીટર વાહન ચલાવશો એટલો ટોલટેક્સ ચૂકવવો પડશે. આ વાતો આમ તો છેલ્લાં બે-ત્રણ વર્ષથી ચર્ચાઈ રહી છે, પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે આ નવી ટોલ પદ્ધતિ માટે થોડા દિવસ પૂર્વે જ ગુજરાતમાં પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. .
આ પ્રયોગ હેઠળ હવે દરેક 10 કિમીના અંતરે ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નેશન કેમરા (એએનપીઆર) લગાવવામાં આવશે. આ કેમરા હાઈવે સાથે જોડનારા રસ્તા પર પણ લાગશે. એએનપીઆર એ નજર રાખશે કે વાહન કંઈ લોકેશન સાથે એનએચ પર આવ્યુ. મતલબ જો કોઈ વ્વાહન નાના માર્ગ પરથી હાઈવે પર આવ્યુ અને બે કિમી બાદ જ ટોલ પ્લાઝા આવી ગયુ તો પ્લાઝા પર રહેલી ગાડીના ડેટા મુજબ ફક્ત બે કિમીનો જ ટોલ લાગશે. અત્યાર સુધી એક ટોલ પરથી બીજા ટોલના અંતરે પુરેપુરી રકમ વસૂલવામાં આવતી હતી. ભલે તમે ત્યા ન જઈ રહ્યા હોય.