કચ્છમાં પાછોતરી કેરી-ખારેક જુનના પ્રથમ સપ્તાહમાં બજારમાં જોવા મળશે

બુધવાર, 3 મે 2017 (14:21 IST)
કચ્છમાં પાણીમાં સતત ક્ષારનું પ્રમાણ વધતા અને  મીઠા પાણીના તળ ઉંડા જતા ખારાશ ધરાવતા પાણીમાં પણ બાગાયતી પાકો થતા હોવાથી કિસાનો છેલ્લા ૨૦ વર્ષથી આ ખેતી તરફ વધુ આકર્ષાયા છે. જિલ્લામાં ગરમ વાતાવરણ હોવાથી ખારેકને માફક આવે છે. પાણીમાં ક્ષાર અને ટીડીએસ વધુ હોવાથી અન્ય પાકો થતા  ન હોવાથી ખેડુતો હવે  ખારેકનું વાવેતર કરવા લાગ્યા છે  હાલમાં કુલ૪૩હજાર હેકટરમાં બાગાયત પાકના વાવેતર થયાનો અંદાજ છે. જો કે, તેની સામે ૧૭,૫૦૦ હેકટરમાં ખારેકનુ  કિસાનોએ વાવેતર કર્યુ છે. આ વર્ષ જિલ્લામાં ખારેકનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીએ યથાવત રહે તેવી શકયતાઓ છે. જોકે, કચ્છી લોકો પાછોતરી કેરી- ખારેકનો સ્વાદ એકસાથે માણી શકશે.

બાગાયતકારાના જણાવ્યા મુજબ, કચ્છમાં પાણીના સ્તર સતત ઉંડા ાૃથતા જાય છે.પાણીમાં ક્ષાર અને ટીડીએસનું પ્રમાણ વધુ હોવાાૃથી ાૃધાન્ય પાકોની બદલે ખેડુતો હવે બાગાયત ખેતી તરફ મોટાપાયે વળ્યા છે.હાલમાં કચ્છમાં ૪૩હજાર હેકટરમાં બાગાયત પાકનું વાવેતરનો અંદાજ છે, જો કે,૧૭૫૦૦ હેકટરમાં ખારેકનું વાવેતર કરાયું છે.શિયાળાના અંત ભાગ અને ઉનાળાના પ્રારંભે ખારેકના ઝાડમાં હાૃથોલા બેસવાના શરૃ થાય છે. હાલમાં ખારેકના હબ ગણાત મુંદરા,ભુજ અને અંજાર તાલુકાના વાડી વિસ્તારમાં ખારેકની જાળવણી માટે પગારદાર લોકોને રોકવામાં આવ્યા છે. હાલમાં ઝાડ પર ફળ લાગેલા જોવા મળી રહ્યા છે. ખારેક પાકીને જુનના પ્રાૃથમ સપ્તાહમાં બજારમાં જોવા મળે તેવી શકયતાઓ છે. આ વખતે કચ્છીઓ પાછોતરી કેરી અને ખારેકનો સાાૃથે સ્વાદ માણી શકશે.

ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં દેશી ખારેકના ફળ લાગેલા જોવા મળી રહ્યા છે. દેશી ખારેક આમ, તો ૧૫ જુન આસપાસ બજારમાં જોવા મળતી હોય છે. જયારે ઈઝરાયેલી ખારેક ાૃથોડી મોડી બજારમાં આવતી હોય છે. દેશી ખારેક લાંબો સમય ટકતી નાૃથી. પણ સ્વાદમાં વધુ મીઠાશ ાૃધરાવતી હોવાાૃથી તેની  ડિમાન્ડ વધુ હોય છે. આ અંગે દેશી ખારેકનું વાવેતર કરનારા ાૃધનજી ભાઈ ગોરસીયએ કહ્યું હતું કે,ત્રણ દાયકાાૃથી દેશી ખારેકની ખેતી કરીએ છીએ, પહેલી વાર લોકો પાછોતરી કેરી સાાૃથે ખારેકના સ્વાદની મજા એક સાાૃથે માણી શકશે.ખારેક હવે રાજયના સીમાડા વટાવી મેગા સિટીમાં પણ આકર્ષક પેકીંગ કરી વેચાણ ખેડુતો કરતા ાૃથયા છે. આ વર્ષે ઉત્પાદન ગત વર્ષેની સરખામણીએ યાૃથાવત રહે તેવી શકયતાઓ છે. પણ ઈઝરાયેલી ખારેકનું ઉત્પાદન વાૃધશે.જયારે નાયબ જીલ્લા બાગાયત અિાૃધકારી ફાલ્ગુન મોઢે કહ્યું હતું કે, હાલમાં બાગાયતકારો દેશી ખારેકની બદલે ટીસ્યુ કલ્ચર ખારેકનું મોટાપ્રમાણમાં વોતર કરી રહ્યા છે. જેાૃથી ઉત્પાદનમાં પણ વાૃધારો ાૃથશે. ઈઝરાયેલી ખારેકનું આયુષ્ય લાબું હોવાાૃથી તરત જ બગડતી નાૃથી. ત્યારે વાવેતર, વેંચાણમાં તમામ કિસાનોને દેશી પધૃધતીને બદલે  વૈજ્ઞાાનીક અભિગમ અપનાવવા અનુરોાૃધ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો