BIRTHDAY SPECIAL: ડ્રોપઆઉટ સ્ટુડેન્ટસથી દેશના સોથી અમીર વ્ય઼ક્તિ બનવાની મુકેશ અંબાણીની સ્ટોરી

બુધવાર, 19 એપ્રિલ 2017 (18:45 IST)
19મી એપ્રિલ 1957ના દિવસે મુકેશ અંબાણીનો જન્મ થયો હતો. ગુજરાતી કુંટુંબમાં જન્મેલા મુકેશ અંબાણીના પિતા ધીરૂભાઇ અંબાણી સફળ બિઝનેસ મેન તરીકે દેશ-દુનિયામાં નામ છે. આજે મુકેશ અંબાણીનો 60મો જન્મદિવસ છે.
 
આજે મુકેશ અબાનીનો જન્મ દિવસ છે તેમના વિશે જેટલુ કહેવામા આવે તેટલુ ઓછુ છે  તેમને સફળતાની દરેક ઊચાઈને પાર કરી છે પણ તમને જાણીને નવાઈ 
 
લાગશે કે મુકેશ અબાની એક સમયે ડ્રોપઆઉટ હતા 
 
જી હા તેમણે પોતાના પિતાજીનો વ્ય઼વસાય઼ સાચવવા માટે સ્ટેનફોર્ડમા યૂનિવર્સિટીમા અભ્યાસ વચ્ચે જ છોડી દીધો હતો.  ઉલ્લેખનીય છે કે મુકેશ અબાનીનું કેલ્ક્યુલેશન 
 
ખૂબ સારુ હતુ તેથી તેમના પિતા ધીરુભાઈ અંબાણી ઈચ્છતા હતા કે તેઓ જલ્દી બિઝનેસ જોઈન કરી લે 
 
 
બે રૂમના ઘરમા રહેતા હતા મુકેશ
 
ખૂબ ઓછા લોકો જાણે છે કે મુકેશ અંબાણીનો અભ્યાસ મુંબઇના એબે મોરિશકા સ્કૂલમાં થયો છે  કેમિક્લ એન્જિનિયરિંગમાં બેચલર કર્યું છે  1970ના દસકા સુધી મુકેશ અંબાણીનો પરિવાર મુંબઇના ભુલેશ્વરમા બે રૂમના મકાનમા રહેતો હતો, મુકેશે ગ્રેજ્યુએશન પછી એમબીએ માટે સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીમા એડમિશન લીધું પણ આ કોર્ષ એક વર્ષમાં જ છોડી દીધો હતો
 
 
આ રીતે શરૂ  કર્ય઼ કામ 
 
મુકેશ અંબાણી  1981ની સાલથી રિલાયન્સ સાથે જોડાયા  શરૂઆતમાં તેમણે પોલિસ્ટર ફાઈબર અને પેટ્રોકેમિકલનું કામ સભાળ્ય તેમના માર્ગદર્શન હેઠળ કપનીએ ખૂબ પ્રગતિ કરી પછી તેઓ રોકાયા નહી અને તેમને રિલાય઼સ  ઈન્ડસ્ટ્રીઝને તે મુકામ પર પહોચાડી જેનુ દરેક બિઝનેસમેન સપનું જુએ છે તેમની સૌથી મોટી ઉપલબ્ધિ જામનગર ગુજરાતમાં  વિશ્વની સૌથી મોટી રિફાઈનરીની સ્થાપનાને માનવામા આવે છે
 
ભારતના સૌથી અમીર વ્યક્તિ છે 
 
તેમને ભારતના સૌથી અમીર વ્યક્તિના રૂપમા ઓળખવામા આવે છે તેમની પાસે 26 અરબ ડોલરની સપત્તિ આકવામા આવી છે
 
 
22.3 અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની પત્નિ નીતા અંબાણી આઇપીએલ ટીમની માલકિન સાથે ઘણી-બધી પ્રવૃતિઓમાં સંકળાયેલા છે. તેમના પરિવારમાં બે દિકરા અને એક દિકરી છે. મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને એમડી છે. તેઓ એક સફળ બિઝનેસ મેન ગણાય છે. તેમજ બેન્ક ઓફ અમેરિકા કોર્પોરેશનના પણ ડાયરેકટર છે.
 
આજે એક સફળ બિઝનેસ મેનની કેટલીક ખાસ વાતો જાણવા જેવી
 
- મુકેશ અંબાણીનો જન્મ એડન કોલોની, યેમનમાં 19મી એપ્રિલ 1957ના રોજ થયો હતો
- મુકેશ અંબાણી ચાર ભાઇ બહેન, ભાઇ અનિલ અંબાણી અને બે બહેનો દિપ્તી અને નીના કોઠારી
- તેઓ એબે મોરિશકા સ્કૂલ, મુંબઇમાં ભણ્યા અને કેમિક્લ એન્જિનિયરિંગમાં બેચલર કર્યું
- 1981ની સાલથી રિલાયન્સ સાથે જોડાયા
- તેમણે દુનિયાનું સૌથી મોંઘું 27 માળનું ઘર એન્ટિલા મુંબઇ ખાતે બનાવ્યું
- મુકેશ અંબાણીએ તેમના પત્નિને 44મા જન્મ દિવસે 60 મિલિયન ડોલરનું જેટ સિટર ગિફ્ટ કર્યું હતું
- જંગલ એડવેન્ચર, કાર, ક્રિકેટ અને એન્ટરટેઇનમેન્ટના ખૂબ જ શોખીન

વેબદુનિયા પર વાંચો