બેહિસાબ પૈસા જમા કરાવ્યા તો લાગશે 60% ટેક્સ, ટૂંક સમયમાં જ આવશે સંશોધન પ્રસ્તાવ

શુક્રવાર, 25 નવેમ્બર 2016 (15:45 IST)
હવે બેંક ખાતામાં બેહિસાબ પૈસા જમા કરતા 60 ટકા સુધીનો ટેક્સ વસૂલ કરવામાં આવી શકે છે. સરકાર આ વિશે જલ્દી મોટો નિર્ણય લઈ શકે છે. આ માટે સરકારે સંસદના વર્તમાન સત્રમાં ઈંકમટેક્ષ કાયદામાં નવા

નિયમોનો પ્રસ્તાવ લાવી શકે છે. જેથી કાળાનાણા પર 45 %થી ટેક્ષ લગાવી શકાય. 45 %ટેક્સ આવક જાહેરાત યોજના હેઠળ ઘોષિત કાળાનાણા પર લગાવ્યો હતો. જેની સમય સીમા 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ ચુકી છે. હવે સરકાર એ લોકોને આનો લાભ આપવા માંગે છે જેમની પાસે હજુ પણ કાળુનાણુ છે. પણ જેમણે 30 સપ્ટેમ્બર સુધી આનો લાભ ન લીધો હવે એવા ધન પર 60 ટકા ટેક્સ વસૂલવા પર ચર્ચા થઈ રહી છે.  જો કે બેઠકમાં થયેલ ચર્ચાને લઈને કોઈ સત્તાવાર માહિતી હજુ સુધી રજુ થઈ નથી 
 
પ્રધાનમંત્રીએ સંસદના સત્ર ચલાવવા દરમ્યાન કેબિનેટની આ બેઠક કરી છે. જે પરંપરાથી હટીને સામાન્ય રૂપે સત્ર ચાલવા દરમિયાન સરકાર કેબિનેટની બેઠક નીતિગત નિર્ણય માટે નથી કરતી. 
 
સૂત્ર બતાવે છે કે આ પગલુ જનધન યોજના હેઠળ સરકાર દ્વારા શૂન્ય રકમ પર ખોલેલા ગરીબોના બેંક ખાતામાં નોટબંધી પછી લગભગ 21000 કરોડથી વધુ રૂપિયા જમા થયા પછી ઉઠાવ્યુ છે. સરકારને આશંકા છે કે આ ખાતામાં કાળુનાણુ જમા કરવામાં આવ્યુ છે. 
 
સૂત્રોના મુજબ સરકારનુ આ વાત પર જોર છે કે દેશમાં કાળાનાણાનો પુરો સફાયો થઈ જાય. બધા પ્રકારના બેહિસાબ ધન બેંક ખાતામાં જમા થઈ જાય અને તેના પર વસૂલી કરી તેમને સફેદ ધન બનાવી શકાય.  આ માટે સરકારે 50 દિવસોની સમય સીમા નક્કી કરી છે.  આ સમયગાળા દરમિયાન ધન જમા કરવા પર 30 ટકા ટેક્સ ને 200 ટકા દંડ લગાવવાની વાત પહેલા જ કહેવામાં આવી છે.   કાળુનાણુ રાખનારા વિરુદ્ધ અભિયોજન પણ ચલાવી શકાય છે. 

વેબદુનિયા પર વાંચો