ફેસબુક ઠપ થવાથી 350 કરોડ+ યુઝર્સ થયા પરેશાન
ફેસબુક પોતાના આઉટેજને જવાબદાર ઠેરવ્યો હતો, જેણે તેના 3.5 અબજ (350 કરોડ) યુઝર્સને વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર જેવી સેવાઓ સુધી પહોંચતા અટકાવ્યા હતા, અને આ બધુ એક ખામીયુક્ત કોન્ફિગરેશન પરિવર્તનને કારણે થયું.
ટેલિગ્રામ પર એક દિવસમાં 7 કરોડ યુઝર્સ વધ્યા
ડ્યુરોવે પોતાની ટેલિગ્રામ ચેનલ પર લખ્યું, "ટેલિગ્રામનો ડેલી ગ્રોથ રેટ હિસાબથી ઘણો વધી ગયો, અને અમે એક દિવસમાં અન્ય પ્લેટફોર્મ પરથી 70 મિલિયન (7 કરોડ) વધુ શરણાર્થીઓનું સ્વાગત કર્યું."
ટેલિગ્રામનો ડેલી ગ્રોથ રેટ માનકથી વધુ થઈ ગયો, અને અમે એક દિવસમાં અન્ય પ્લેટફોર્મ કરતા 70 મિલિયનથી વધુ શરણાર્થીઓનુ સ્વાગત કર્યુ. . મને એ વાત પર ગર્વ છે કે અમારી ટીમે અભૂતપૂર્વ ગ્રોથને કેવી રીતે સાચવ્યો કારણ કે ટેલીગ્રામ અમારા મોટાભાગના યુઝર્સ માટે કોઈપણ અવરોધ વગર કામ કરતુ રહ્યુ. તેમણે કહ્યુ, અમેરિકામાં કેટલાક યુઝર્સએ સામાન્યથી ધીમી ગતિનો અનુભવ કર્યો એવુ બની શકે છે, કારણ કે આ મહાદ્વીપોના લાખો યુઝર્સ એક જ સમયે ટેલીગ્રામ માટે સાઈન અપ કરવા દોડી પડ્યા.