LPG Cylinder Price- ઓઈલ કંપનીઓએ એપ્રિલના પ્રથમ દિવસે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 41 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કર્યો છે. હવે દિલ્હીમાં 19 કિલોનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1762 રૂપિયામાં મળશે. નવી કિંમતો 1 એપ્રિલ, 2025થી લાગુ કરવામાં આવી છે. હાલમાં દિલ્હીમાં 19 કિલોનો ગેસ સિલિન્ડર 1803 રૂપિયામાં ઉપલબ્ધ હતો.