Welcome GST - આજથી જીએસટી દેશભરમાં લાગુ (see photo)
શનિવાર, 1 જુલાઈ 2017 (06:45 IST)
ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ને આજે મધરાતે 12 વાગ્યાના ટકોરા પડતાં જ દેશભરમાં લાગુ કરી દેવામાં આવી છે. એક રાષ્ટ્ર, એક કરની આ નવી વ્યવસ્થાને લાગુ કરવાના અવસરને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઐતિહાસિક ગણાવ્યો હતો અને એ માટે તેણે સંસદભવનના સેન્ટ્રલ હોલમાં આજે મધરાતે વિશેષ સત્ર બોલાવ્યું હતું. આ સત્રમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલી સહિત કેન્દ્રીય પ્રધાનમંડળના સભ્યો, કેન્દ્રિય શાસક ભાજપના પ્રમુખ અમિત શાહ, ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં છે. આજના સત્ર માટે ખાસ મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઉદ્યોગપતિ રતન ટાટા પણ ઉપસ્થિત હતા.
મોદીએ કહ્યું- રાષ્ટ્રનિર્માણમાં કેટલીક એવી ક્ષણો આવે છે જેના પર આપણે કોઈ નવા મુકામ પર પહોંચવાનો પ્રયત્ન કરીએ થછીએ. આજે મધરાતથી આપણે સૌ મળીને દેશના આગળનો માર્ગ સુનિશ્ચિત કરવા જઈ રહ્યા છીએ. થોડીવારમાં દેશ એક નવી વ્યવસ્થા પર દોડી પડશે. જીએસટીની આ પ્રક્રિયા અર્થતંત્ર પૂરતી મર્યાદીત છે તેમ હું નથી માનતો. 125 કરોડ દેશવાસી આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી છે. દેશ એક નવી વ્યવસ્થા તરફ દોડી પડશે.
જીએસટી કોઈ એક પક્ષ, સરકારની સિદ્ધી નથી. આ આપણી સૌની સંયુક્ત વિરાસત છે. આપણા સૌના સહિયારા પ્રયાસનું પરિણામ છે. સંવિધાન સભાની પ્રથમ સભાનો સેન્ટ્રલ હોલ સાક્ષી છે. તેમાં નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. ભીમરાવ આંબેડકર પ્રથમ હરોળમાં બેસતા હતા. સસંદનો સેન્ટ્રલ હોલ આપણી સ્વતંત્રતા, સંવિધાન સ્વીકાર કરવાની ઐતિહાસિક ઘટનાનો સાક્ષી છે.
કયો ટેક્સ કોણ ઉઘરાવશે?
-સેન્ટ્રલ જીએસટી(ઝ્રય્જી્) કેન્દ્ર સરકાર દ્વારા લેવાશે.
-સ્ટેટ જીએસટી(જીય્જી્)રાજ્ય દ્વારા લેવાનારો ટેક્સ.
-ઇન્ટિગ્રેડેટ જીએસટી(ૈંય્જી્) જે માલસામાન અને સેવાઓના રાજ્યો વચ્ચે સપ્લાય પર કેન્દ્ર દ્વારા લેવાશે.
કેન્દ્ર સ્તરે કયા ટેક્સ નાબૂદ થયા?
-સેન્ટ્રલ એક્સાઇઝ ડયૂટી
-એડિશનલ એક્સાઇઝ ડયૂટી
-ર્સિવસટેક્સ
-એડિશનલ કસ્ટમ્સ ડયૂટી એટલે કે કાઉન્ટરવેઇલિંગ ડયૂટી