અદાણી વિલ્મર લિમિટેડના માર્કેટીંગ હેડ, અજય મોટવાણી જણાવે છે કે “સૌ પ્રથમ વાર આટાને પસંદગીના ભૌગોલિક વિસ્તારોમાં બજારમાં મુકવામાં આવ્યો હતો અને આંતરિક આંકડાના આધારે રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. એકંદર આટા બજારમાં 90 ટકા હિસ્સો ધરાવતા ચક્કી આટા સબ સેગમેન્ટમાં ધ્યાન કેન્દ્રિત કરીને તથા અનબ્રાન્ડેડ આટાના વપરાશકારોને કેન્દ્રમાં રાખવાના અમારા પ્રયાસો ફળ્યા છે. અનબ્રાન્ડેડ આટા વાપરનાર વર્ગ અધિકૃતતા / શુધ્ધતા અંગેની ચિંતામાં મોટી સંખ્યામાં અપગ્રેડ થઈ રહ્યો હોવાથી તેમની ટ્રસ્ટેડ બ્રાન્ડની જરૂર સંતોષાઈ છે.”
ઘઉંના આટામાં પણ અનેક પેટા પ્રકારો છે. જેમાં મલ્ટી ગ્રેઈન, એમપી શરબતી આટા અને ચક્કી ફ્રેશ આટાના કુલ વોલ્યુમમાં 90 ટકા જેટલો હિસ્સો ધરાવે છે, અને અદાણી વિલ્મરે એ ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
અજય મોટવાણીએ વધુમાં જણાવ્યું હતું કે “ઘઉંના આટામાં સૌથી મોટો મુદ્દો એ હતો કે સ્થાનિક ચક્કી મિલોના પ્રભુત્વને કારણે તેમાં નબળી ગુણવત્તાનો ભય રહેતો હતો. આમ છતાં, અમારી જથ્થો એકત્રીત કરતી ટીમ માત્ર ઉત્તમ ગુણવત્તા ધરાવતા ઘઉંની પસંદગીની ખાતરી આપે છે. ઘઉંનુ પ્રોસેસિંગ અને પેકેજીંગ અમારા અતિઆધુનિક એકમમાં આરોગ્યપ્રદ સ્થિતિમાં કરવામાં આવે છે. તેને જંતુ મુક્ત અને અને બગાડથી દૂર રાખવા માટે ફ્યુમિગેશન માંથી પસાર કરવામાં આવે છે. અમારા 100 ટકા આટા અને 0 ટકા મેદાના વચનને કારણે તે ગ્રાહકોની અગ્ર પસંદગી બન્યો છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “અમે હાલમાં અમારી માલિકીના એક અને ચાર એક્સલુઝિવ ટોલ યુનિટ મારફતે કામ કરી રહ્યા છીએ. આ એકમોની એકત્રિત ક્ષમતા માસિક 29,500 ટનની છે. વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને અમે સતત ક્ષમતા વિસ્તારવા તરફ ધ્યાન આપી રહ્યા છીએ.”