IRCTCની વેબસાઈટ હૈક, 1 કરોડથી વધુ લોકોનો ડેટા ચોરી

ગુરુવાર, 5 મે 2016 (12:19 IST)
IRCTCએ પોતાની વેબસાઈટ હૈક થવાના સમાચારને નકારી દીધા છે. જ્યારે કે તેમને એ જરૂર કહ્યુ છે કે રેલવે મુસાફરોની માહિતી વેચવાની ફરિયાદ જરૂર આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સમાચાર આવ્યા હતા કે IRCTCની વેબસાઈટ હૈક થઈ ગઈ છે અને લગબગ એક કરોડ ગ્રાહકોનો પર્સનલ ડેટા ચોરી થવાની આશંકા છે. ભારતની સૌથી મોટી ઈ-કોમર્સ વેબસાઈટને લઈને IRCTCના સી.એમ.ડી એકે મનોચાએ કહ્યુ કે અમારી વેબસાઈટ હૈક થઈ નથી. 
 
જો કે ડેટા ચોરીને લઈને જે વાત થઈ રહી છે તેના વિશે અમે તપાસ કર્યા પછી જ કશુ કહી શકીશુ. તેમણે આગળ કહ્યુ કે જે પ્રકારની માહિતી ચોરી થવાની વાત કરવામાં આવી રહી છે તે પીએનઆર સ્ટેટસ ચેકમાંથી પણ એકત્ર કરી શકાય છે. વેબસાઈટ પર દરરોજ 30 થી 40 મિલિયન લોકો પીએનઆર સ્ટેટસ ચેક કરે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મહારાષ્ટ્ર સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી કેપી બખ્શીએ કહ્યુ હતુ કે IRCTCની વેબસાઈટ હૈંક થઈ ગઈ છે. 
 
રાજ્ય સરકારે આ બાબત IRCTC અને રેલવે બોર્ડને એલર્ટ રજુ કર્યુ હતુ. એવુ કહેવાય રહ્યુ છેકે મહારાષ્ટ્ર સરકારે હૈંકર્સની ઓળખ કરી લીધી છે.  એવુ કહેવાય છે કે લગભગ એક કરોડ રેલ મુસાફરોની માહિતી જેમા તેમના ફોન નંબર જન્મ તિથિ વગેરેનો સમાવેશ છે જેને ચોરી લેવામાં આવ્યો છે.  મહારાષ્ટ્ર સરકાર મુજબ આ માહિતીઓની સીડી બનાવીને વેચવામાં આવી રહી છે. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે હૈકર્સ પાસેથી આ માહિતી માર્કેટિંગ કંપનીઓ ખરીદી રહી છે. જે તેમનો ઉપયોગ ટેલી માર્કેટિંગ કોલ્સ વગેરે માટે કરી શકે છે. એક રેલવે અધિકારીએ કહ્યુ જો આવુ થયુ તો ચોરાયેલ ડેટાનો દુરુપયોગ થઈ શકે છે. કોઈ તેમની પાસેથી ફરજી ડોક્યુમેંટ્સ બનાવી શકે છે. ડેટા ચોરી હોવા મામલે IRCTC એ કહ્યુ મુંબઈના આઈજી સાઈબર ક્રાઈમે 2 મે ના રોજ પશ્ચિમ રેલવેના સીસીએમને આ વાતની ફરિયાદ મોકલી. 

વેબદુનિયા પર વાંચો