જિયોની ઓરેંજ સિમ અને બ્લૂ સિમમાં શુ ફરક છે... જાણો

શનિવાર, 22 ઑક્ટોબર 2016 (15:03 IST)
ભરપૂર વેલકમ ઓફર સાથે લોંચ થયેલ જિયો સિમ, ફ્રી કૉલ, 4જી ઈંટરનેટ, એસએમએસ અને KYC સર્વિસને કારણે ખૂબ ચર્ચામાં છે અને દરેક યૂઝર રિલાયંસ જિયો સિમ મેળવવા ઈચ્છે છે. 
 
રિલાયંસ જિયો સિમ બ્લૂ અને ઓરેંજ કલરમાં માર્કેટમાં અવેલેબલ છે. પણ સિમ લેનારા મોટાભાગના યૂઝર્સને આ વાત ખબર નથી કે આ બંનેમાં ફરક છે. અમે તમને બતાવી દઈએ કે આ બંને સિમ એકબીજાથી જુદી કેવી રીતે છે. 
 
ઓરેંજ કલરની સિમની વાત કરીએ તો સિમનુ આ પેકેટ એ સમયે લૉંન્ચ કરવામાં આવ્યુ હતુ જ્યારે કંપનીનો પ્રિવ્યૂ ઑફર ચાલી રહ્યો હતો. મતલબ આ જૂનો સ્ટોક છે અને સિમ 5 સપ્ટેમ્બર પહેલાની છે. તેની વિશેષતા એ છે કે આ સિમ પોતાના નંબર સાથે આવે છે અને તમે તમારી પસંદનો નંબર સિલેક્ટ કરી શકો છો. 
 
હવે બ્લૂ સિમની વાત કરીએ તો આ પોતાના પ્રી ડિસાઈડર નંબર સાથે નથી આવતી. સિમને eKYC પ્રોસેસના સમયે જનરેટ કરવામાં આવે છે.  તેથી યૂઝરને પોતાના મનપસંદ નંબર મળતો નથી.  પણ તેને એ જ નંબર લેવો પડે છે જે સિસ્ટમ જનરેટ કરે છે. 
 
જો કે હવે બજારમાં જે પણ સિમ આવી રહી છે તે મોટાભાગે બ્લૂ કલરની છે. રિપોર્ટનુ માનીએ તો ઓરેંજ સિમની તુલનામાં બ્લૂ સિમને એક્ટિવેટ થવામાં વધુ સમય લાગે છે.  કંપનીની આ ઓફર 31 ડિસેમ્બર સુધી છે. આ જ કારણે  જિયો સિમની ડિમાંડ ઝડપથી વધી રહી છે. 

વેબદુનિયા પર વાંચો