પતંજલિના લીધે ટક્કર મળી રહી છે - યુનિલીવર

ગુરુવાર, 27 ઑક્ટોબર 2016 (10:32 IST)
દેશની સૌથી મોટી કન્ઝયુમર ગુડ્સ કંપની હિન્દુસ્તાન યુનિલીવરની પેરેન્ટ કંપની યુનિલીવરે એ પ્રથમ વાર માન્યુ કે યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિના લીધે તેને ટક્કર મળી રહી છે.યુનિલીવરે કહ્યું કે તે પતંજલિ સામે ભાથ ભીડવા માટે નેચરલ સેગમેન્ટમાં નવા પ્રોડકટ્સ લોન્ચ કરી રહી છે.
 
       યુનિલીવરના હેડ એન્ડ્રયુ સ્ટીફને હાલમાં જણાવ્યું કે ભારતમાં હર્બલ સેગમેન્ટમાં કેટલાક શાનદાર ઉદાહરણ છે.તેઓનું કહેવું હતું કે પતંજલિ વિશે રસપ્રદ વાત કરવામાં આવી રહી છે.ને હિમાલયા પર્સનલ કેયરનું નેચરલ સેગ્મેન્ટમાં દબદબો જોવા મળી રહયો છે.આ બીજો મોકો છે જયારે કોઈ મોટી ગ્લોબલ કન્ઝયુમર કંપનીએ પતંજલિનો વધતા ગ્રોથનો સ્વીકાર કર્યો છે.અગાઉ
 
      કોલગેટ પામોલીવે મેં માં કહ્યું હતું કે ભારતમાં નેચરલ કહેવાતું સેગ્મેન્ટ ખુબજ ઝડપથી આગળ વધી રહ્યુ છે.અને કંપનીએ તેમાં પોતાના માટે મોકો શોધવો પડશે.
 
       લોકો વચ્ચે સ્વાસ્થ્ય અંગે વધતી જાગૃકતા અંગે આયુર્વેદના ફાયદાની જાણકારી વધવાથી માર્કેટમાં હર્બલ પ્રોડકટ્સની માંગ વધી રહી છે.પતંજલિ એક દાયકાથી ઓછા સમયમાં ૫ હજાર કરોડની કંપની બની ગયી છે.આ નવી સ્પર્ધાને પહોંચી વળવા માટે મલ્ટીનેશનલ કંપનીઓએ હવે આયુર્વેદ તરફ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે.

વેબદુનિયા પર વાંચો