આ વર્ષે સુરતની ડાયમંડ જ્વેલરી કંપનીને આ તાજ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. સુરતના કારીગરોએ 25 દિવસમાં કલાકોની મહેનત કરી 650 કેરેટના હીર, 650 ગ્રામ સોનું અને 150 પીસ એમરેલ્ડ વડે કરોડોની કિંમતનો તાજ બનાવ્યો છે.
તાજ વિશે ઝીણવટપૂર્વક માહિતી આપતાં કંપનીના કર્મચારીએ જણાવ્યું કે અમારી કંપની ડાયમંડ-ગોલ્ડની 7 વન્ડર્સના ભારે પેન્ડેટ બનાવ્યા હતા. તેના આ 7 વેન્ડર્સની ડિઝાઇનથી પ્રભાવિત થઇને સુરતને મિસ વર્લ્ડ અમેરિકા અને મિસ ટીન અમેરિકા માટેનો તાજ બનાવવાનો ઓર્ડર માટે આપ્યો હતો. જે એક સુરતી તરીકે અમારા માટે ગૌરવપૂર્ણ વાત છે. તેની કિંમતની વાત કરાય તો તે કરોડોમાં છે.