આજે સાંજે રાજયસભામાં જીએસટી બિલ પાસ થયું છે રાજ્યસભામાં જીએસટી બિલ પાસ થયા બાદ પૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી મનમોહનસિંહે તેને ઐતિહાસિક ગણાવ્યું હતું લોકસભામાં પાસ થયા બાદ રાજ્યસભામાં જીએસટી બિલ પાસ થતા 1 જુલાઇથી દેશભરમાં લાગૂ થવાનો માર્ગ મોકળો બન્યો છે સરકાર 1 જુલાઈથી જીએસટીનો અમલ કરવા ઈચ્છે છે રાજ્યસભામાં કોઈ સુધારા વગર સર્વ સંમતિથી આ જીએસટી બિલને પસાર કરાયું છે