હવે પેટ્રોલ પંપ પર સ્વાઈપ મશીન દ્વારા કાઢી શકાશે 2000 રૂપિયા, જાણો પેટ્રોલ પંપ પરથી કેશ લેવા માટે તમારે શુ કરવુ પડશે

શનિવાર, 19 નવેમ્બર 2016 (17:28 IST)
કેશની મુશ્કેલી દૂર કરવા માટે સરકાર દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. આજે રિઝર્વ બેંકે નવા આદેશમાં કહ્યુ કે તમે કોઈપણ બેંકની સ્વાઈપ મશીનમાંથી રોજ બે હજાર રૂપિયા કેશ કાઢી શકો છો. રિઝર્વ બેંકે સ્પષ્ટ કહ્યુ છેકે આ પ્રકારના સ્વાઈપ પર બેંક તમારી પાસેથી કોઈ ચાર્જ નહી લે.  આ નિર્ણય 30 ડિસેમ્બર સુધી લાગૂ રહેશે. 
 
પેટ્રોલ પંપ પરથી પણ કાઢી શકશો પૈસા 
 
ગુરૂવારે સરકારે એલાન કર્યુ હતુ કે હવે દેશના પેટ્રોલ પંપમાંથી પણ કાર્ડ સ્વાઈપ કરી 2000 રૂપિયા સુધી રોકડ કાઢી શકાય છે.  આજે દેશના 686 પેટ્રોલ પંપથી કેશ મળવી પણ શરૂ થઈ ગઈ હતી. 
 
જો કે સરકાર તરફથી દાવો હતો કે આજે દેશના લગભગ 3043 પેટ્રોલ પંપર પર ડેબિટ કાર્ડ સ્વાઈપ કરાવીને 2 હજાર રૂપિયા મળી જશે. પણ દિલ્હી મુંબઈ, લખનૌ, પટના, ભોપાલ સહિત દેશના અનેક શહેરોમાં તપાસ કરતા જાણ થઈ કે આજે આ સુવિદ્યા હજુ બધી બાજુએ શરૂ થઈ શકી નથી. સાંજે 4 વાગ્યા પછી 686 પેટ્રોલ પંપ પરથી કેશ મળવાની વાત કહેવામાં આવી. 
 
પેટ્રોલ પંપ પરથી કેશ લેવા માટે તમારે શુ કરવુ પડશે 
 
- આ માટે તમારે પેટ્રોલ પંપ પર તમારુ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો પડશે. 
- જે રીતે તમે કોઈ સામાન ખરીદવા માટે ડેબિટ કાર્ડના મશીનને સ્વાઈપ કરો છો એ જ રીતે મારુ કાર્ડ સ્વાઈપ કરવુ પડશે. જેના બદલે પેટ્રોલ પંપની તરફથી 2000 રૂપિયા રોકડ મળી જશે. 
 
- હાલ આ સુવિદ્યા દેશના એ 2500 પેટ્રોલ પંપર પર જ મળશે જ્યા એસબીઆઈની સ્વાઈપ મશીન લાગેલી હશે. 
 
- આગામી 3 દિવસોમાં આ સુવિદ્યા દેશના 20 હજાર પેટ્રોલ પંપ પર પણ મળવા લાગશે. 
 
- આગામી 3 દિવસમાં એ પેટ્રોલ પંપ પર આ સુવિદ્યા મળશે જ્યા  HDFC, Citibank અને ICICIની કાર્ડ સ્વાઈપ મશીન હશે. 
 
- જો કે એક દિવસમાં એક ડેબિટ કાર્ડમાંથી એક જ વાર આ સવિદ્યાનો ઉપયોગ કરી શકાશે. 
 
- બેંક અને એટીએમમાં લાઈન ઓછી કરવાના હેતુથી શરૂ કરવામાં આવી રહેલ આ સુવિદ્યા 24 નવેમ્બર પછી પણ ચાલુ રહેશે. 

વેબદુનિયા પર વાંચો