હકીકતમાં, શનિવારે સવારે, ટ્વિટરે વાઇસ પ્રેસિડેન્ટ વેંકૈયા નાયડુના વ્યક્તિગત ખાતામાંથી બ્લુ ટિકને હટાવી દીધું હતું. જો કે, થોડા કલાકો પછી, ટ્વિટર દ્વારા ફરીથી એકાઉન્ટની ચકાસણી કરવામાં આવી અને બ્લુ ટિક પરત કર્યુ. આટલું જ નહીં, ટ્વિટર દ્વારા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના ખાતામાંથી પણ બ્લુ ટિક પણ હટાવી દેવામાં આવ્યું છે. ત્યારબાદ, નવા આઈટી નિયમોને લઈને કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચેના વિવાદ પર ફરી વિવાદે જોર પકડ્યું છે. ટ્વિટર સામે કડક વલણ અપનાવતા આઈટી નિયમોના પાલનને લઈને ચેતાવણી આપી છે.
સરકારે ટ્વિટરને આપી સખત ચેતાવણી
સરકારે કહ્યું કે ટ્વિટર ઈંડિયાને નવા નિયમોનું તરત જ પાલન કરવા માટે અંતિમ નોટિસ આપી દીધી છે.. નોટિસ મુજબ જો ટ્વિટર તેનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો પછી તેના વિરુદ્ધ આઇટી એક્ટ 2000 ની ધારા 79 હેઠળ તેની જવાબદારીમાંથી છૂટ પરત લેવામાં આવશે અને ટ્વિટર આઇટી અધિનિયમ અને ભારતના અન્ય દંડનીય કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
ટ્વિટરે સરકારના નિયમ માનવાનો કર્યો ઈંકાર
આ પહેલા ગૂગલ અને ફેસબુક તથા વ્હાટ્સએપ જેવી દિગ્ગજ કંપનીઓ નવા આઈટી દિશનિર્દેશોના અનુરૂપ વૈધાનિક અધિકારીઓની નિમણૂક કરવાની સંમતિ આપી હતી પરંતુ ટ્વિટરે નિયમોનું પાલન કરવાનો ઇનકાર કરી દીધો હતો.
જાણો શુ છે સમગ્ર મામલો
ટ્વિટરે કોરોના મહામારીની રોકથામના ઉપાયોને લઈને સરકારને નિશાન બનાવવા માટે કોંગ્રેસના કથિત ટૂલિકટને લઈને ભાજપના નેતાઓના અનેક ટ્વિટ્સને તોડી મરોડીને રજુ કર્યા હતા. જ્યારબાદથી જ સરકારી અને ટ્વિટર વચ્ચે તનાતની વધી ગઈ છે. કેન્દ્ર સરકારે ટ્વિટર પર 'ટૂલિકટ' કેસની તપાસમાં દખલગીરી કરવાનો આરોપ મૂક્યો હતો. આ સાથે સોશિયલ મીડિયાને લઈને કેન્દ્ર સરકારના નિયમોને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે તે દેશમાં તેની સેવાઓ ચાલુ રાખવા માટે ભારતમાં લાગુ કાયદાઓનું પાલન કરવાનો પ્રયાસ કરશે