Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં થઈ રહ્યો છે સતત ઘટાડો

શનિવાર, 19 જૂન 2021 (13:35 IST)
વૈશ્વિક બજારોમા કમજોરીના વલણ વચ્ચે દિલ્હી શરાફા બજારમાં સોનુ 861 રૂપિયા ગબડીને 46,863 પ્રતિ દસ ગ્રામ રહી ગયુ. એચડીફસી સિક્યોરિટીઝે આ માહિતી આપી. આ પહેલા સોનુ 47,724 પર બંધ થયુ હતુ. ચાંદીની કિમંત પણ 1,709 રૂપિયાના ઘટાડા સાથે 68,798 પ્રતિ ગ્રામ રહી ગઈ. ગયા સત્રમાં ચાંદીનો બંધ ભાવ 70,507 રૂપિયા હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઘટાડો દર્શાવતા ડોલર પ્રતિ ઔસ રહ્યુ જ્યારે કે ચાંદી 26.89 ડોલર પ્રતિ ઔસ પર પરિવર્તિત રહ્યુ. આ પહેલા 17 મેના રોજ સોનાનો ભાવ 47000 રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ હતુ. 
 
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે યુએસ ફેડરલ રિઝર્વની ટિપ્પણી બાદ ગત રાતના વેચવાલી બાદ સોનાના ભાવ દબાણ હેઠળ હતા. ફેડરલ રિઝર્વ દ્વારા અપનાવાયેલા વલણની પાછળ મુખ્ય કરન્સી સામે અમેરિકન ડોલર મજબુત બન્યું, જેના પગલે સોનામાં વેચાણ વધ્યું. તેમણે કહ્યું કે ડોલર મજબુત થવાને કારણે ટૂંકા સમય માટે સોનાના ભાવ પર દબાણ રહેશે, જે સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે સોનાની માંગને અસર કરી શકે છે
 
બોન્ડ તથા ટ્રેઝરીની યીલ્ડ પણ વધતાં સોના પર મંદીની અસર ઘેરી બની હતી. સોના પાછળ ચાંદીના ભાવ વિશ્વબજારમાં ઔંશના 27.76થી 27.77 ડોલર વાળા ગબડી આજે 26.07થી 26.08 ડોલર બોલાઈ ગયા હતા. સોના પાછળ અન્ય કિંમતી ધાતુઓમાં પણ આજે મંદીનો આંચકો લાગ્યો હતો.
 
પ્લેટીનમના ભાવ ઔંશના 1149થી 1150 ડોલરવાળા તૂટી આજે 1086થી 1087 ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના 2773થી 2774 ડોલરવાળા ગબડી આજે 2629થી 2630 ડોલર બોલાઈ ગયા હતા. ચીને પોતાના સ્ટોકમાંથી મેટલ્સમાં જથ્થો વેંચવા કાઢતાં તથા કોપર ગબડતાં તેની અસર પણ વૈશ્વિક બજારો પર મંદીની જોવા મળી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર