Adani Group AGM: હિંડનબર્ગ વિવાદ પર ગૌતમ અડાનીનુ સામે આવ્યુ નિવેદન, ગ્રુપની છબિ ખરાબ કરવાની કરી હતી કોશિશ

મંગળવાર, 18 જુલાઈ 2023 (12:11 IST)
Gautam Adanis statement : અડાની ગ્રુપની એજીએમમાં મંગળવારે બોલતા ગ્રુપના વડા ગૌતમ અડાનીએ કહ્યુ કે હિંડનબર્ગ વિવાદ સમૂહની છબિ ખરાબ કરવાની કોશિશ હતી. તેમણે કહ્યુ કે આ રિપોર્ટ ખોટી સૂચનાઓના આધાર પર નક્કી કરવામાં આવી હતી અને તપાસ માટે બનાવેલ કમિટીને કોઈપણ પ્રકારના નિયામક વિફળતા મળી નથી. અડાનીએ કહ્યુ કે હિંડનબર્ગ રિપોર્ટનો હેતુ કંપનીઓના શેરની કિમંતો નીચે લાવીને નફો કરવાનો હતો. 
 
બધા આરોપ હતા ખોટા 
અડાનીએ કહ્યુ કે રિપોર્ટમાં નિશાન બનાવતા ખોટી સૂચના આપવામાં આવી હતી અને ખોટા આરોપ લગાવ્યા હતા. તેમાથી મોટાભાગના આરોપ 2004થી 2015 સુધીના હતા અને એ બધાનો નિપટારો એ સમય યોગ્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.  આ રિપોર્ટ જાણી જોઈને કરવામાં આવેલ દુર્ભાવનાપૂર્ણ પ્રયાસ હતો જેનો ઉદ્દેશ્ય અમારી પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડવાનો હતો અને અમારા સ્ટૉકની કિમંતોમાં ટૂંકાગાળા માટે ઘટાડાના માધ્યમથી નફો કમાવવાનો હતો. ત્યારબાદ સંપૂર્ણ રીતે સબ્સક્રાઈબ્ડ એફપીઓ છતા અમે અમારા રોકાણકારોના હિતોની રક્ષા માટે  તેને પરત લેવા અને તેમના પૈસા પરત કરવાનો નિર્ણય કર્યો. 
 
કંપનીની ક્રેડિબિલિટી પર ન પડી અસર 
તેમ છતા સંપૂર્ણ રીતે સબ્સક્રાઈબ્ડ એફપીઓ છતા અમે તેને પરત લેવા અને પરત કરવાનો નિર્ણય કર્યો હતો. અમારા રોકાણકારોએ તેમના હિતોની રક્ષા માટે પૈસા અમે તરત જ રિટર્ન કર્યા હતા. અમારો ટ્રેક રેકોર્ડ બતાવે છે કે જ્યારે અમે અમારા પડકારોમાંથી પસાર થયા ત્યારે અમારા હિતેચ્છુએ જે સમર્થન બતાવ્યુ, તે માટે હુ આભારી છુ. આ ધ્યાન આપવા યોગ્ય છે કે આ સંકટ દરમિયાન પણ અમે ફક્ત આંતરરાષ્ટ્રીય રોકાણકારો પાસે અનેક અરબ ડોલર એકત્ર કર્યા, પણ ભારત કે વિદેશમાં કોઈપણ ક્રેડિટ એજંસીને અમારી રેટિંગમાં કોઈ કપાત કરી નહી. 
 
સુપ્રીમ કોર્ટે પણ આપ્યુ હતુ ગ્રીન સિગ્નલ 
સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચના કરી હતી. આ સમિતિનો રિપોર્ટ મે 2023માં જાહેર કરવામાં આવ્યો હતો. નિષ્ણાત સમિતિને કોઈ નિયમનકારી નિષ્ફળતા મળી નથી. સમિતિના અહેવાલમાં માત્ર એટલું જ જોવા મળ્યું નથી કે કંપની દ્વારા લેવામાં આવેલા શમનના પગલાંએ આત્મવિશ્વાસ પુનઃનિર્માણ કરવામાં મદદ કરી હતી, પરંતુ ભારતીય બજારોની લક્ષિત અસ્થિરતાના વિશ્વાસપાત્ર આરોપો પણ દર્શાવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર