છેલ્લા 17 વર્ષોથી ફેસબુક એક જ નામથી ઓળખાય છે, પરંતુ હવે તેની રી-બ્રાન્ડિંગની તૈયારીઓ ચાલી રહી છે. અહેવાલ છે કે, ફેસબુકનું નામ બદલાવાનું છે અને તેની સત્તાવાર જાહેરાત ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ટૂંક સમયમાં કરવા જઈ રહ્યા છે. આગામી સપ્તાહે ફેસબુકની એક ઇવેન્ટમાં નવા નામની જાહેરાત થઇ શકે છે.
માત્ર ફેસબુક જ નહીં, પરંતુ વિશ્વની મોટી ટેક કંપનીઓ મેટાવર્સમાં રોકાણ કરી રહી છે. માર્ક ઝુકરબર્ગનું માનવું છે કે, આવનારા સમયમાં લોકો ફેસબુકને માત્ર એક સોશિયલ મીડિયા કંપની તરીકે નહીં, પરંતુ એક મેટાવર્સ કંપની તરીકે ઓળખે.