આ ઉપરાંત આ જાહેરનામુ ગુમાસ્તા ધારા (શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ) તથા ઘરકામ કરતા નોકરોને પણ લાગુ પડશે. આ જાહેરનામુ કોન્ટ્રાકટ પરના કામદારોની સાથે સાથે ઔપચારિક અથવા અનૌપચારિક ક્ષેત્રના તમામ કામદારોને પણ લાગુ પડશે. જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે તો તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ એક વર્ષની સજા અથવા તો દંડ અથવા તો તે દંડ અને સજા બંનેને પાત્ર બની શકે છે.
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા જણાવે છે કે “કામદારોને સમયસર વેતન ચૂકવાય તે માટે આ કદમ ભરવામાં આવ્યું છે. વડાપ્રધાને તેમના રાષ્ટ્રને સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો તે મુજબ, રાષ્ટ્ર એ કર્મચારીઓના મુદ્દે સંવેદનશીલ બનવાની જરૂર છે અને કોઈને નોકરીમાંથી કાઢી મુકી શકાશે નહી.” વિપુલ મિત્રાએ વધુમાં જણાવ્યું હતું કે ગઈ કાલે વિડીયો કોન્ફરન્સ મારફતે યોજાયેલી કેબિનેટની બેઠકમાં માન. મુખ્ય પ્રધાને પણ આ બાબતે ઉલ્લેખ કર્યો હતો, આ મુજબ તેમણે તમામ કલેકટરને આ જાહેરનામુ લંબાવવા માટે સૂચના આપી છે.